(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૩૧
અંકલેશ્વર ઓએનજીસી એસેટ દ્વારા સ્વચ્છ ભારત પખવાડિયાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ સૂર્યા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. અંકલેશ્વર ઓએનજીસીમાં તા.૧૬ જુલાઈથી ૩૧મી જુલાઈ સુધીમાં સ્વચ્છ ભારત પખવાડિયાનું આયોજન કરાયું હતું. જેમાં રોજબરોજ સફાઈ અભિયાનને લગતા તથા પર્યાવરણની સુરક્ષાના કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં આજરોજ અત્રેના સૂર્યા ઓડિટોરિયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઓએનજીસીના અંકલેશ્વરના એસેટ મેનેજર પી.કે.દિલીપ, કે.લક્ષ્મણ ડી.જી.એમ, વિવેક શર્મા, જી.જી.એમ. આર.કે.શર્મા જી.એમ. (H.R) ઉમેશ રાઉલ ડીજીએમ (H.R.) સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઓએનજીસી અંકલેશ્વર દ્વારા ઓએનજીસી ઓફિસ તેમજ કોલોનીમાં સાફ સફાઈ વૃક્ષારોપણ તથા ર૦૦ જેટલી ડસ્ટબિનનું વિતરણ કરાયું હતું. પખવાડા દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓને ઈનામો વિતરણ કરાયા હતા. ઉપરાંત પખવાડામાં સારો દેખાવ કરનાર અધિકારીઓને પણ ઈનામો વિતરણ કરાયા હતા.