(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.ર૪
અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામમાંથી રૂરલ પોલીસે ૨ લાખ ૧૮ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને પોલીસે વિદેશી દારૂની હેરાફેરી માટે વપરાતા ત્રણ વાહનો પણ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે રહેતો અને વિદેશી દારૂનો વેપલો ચલાવતો પ્રજ્ઞેશ નરેશ પટેલ નવા તરિયા ગામમાં ત્રણ વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમી રૂરલ પોલીસ મથકના પી.આઈ.બી.એલ વડુકરને મળતાં તેઓએ સ્ટાફ સાથે નવા તરીયા ગામે રેડ કરતા પ્રજ્ઞેશ પટેલ પોલીસને જોઈ ફરાર થઇ ગયો હતો. પોલીસે ૩ કારમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૨,૧૮૦૦૦ની કિંમત ૧૩૬ નંગ બોટલ અને વિદેશી દારૂની હેરાફેરીના ઉપયોગમાં લેવામાં આવેલ ૫ લાખની કિંમતની એસેન્ટ કાર ,ઇકો કાર, અને મારૂતિ કાર મળી કુલ ૭,૧૮૦૦૦/- હજારનો મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગર પ્રજ્ઞેશ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.