અંકલેશ્વરપ, તા.૬
અંકલેશ્વર જીઆઇડીસીમાં વહેલી સવારે સજ્જન ઇન્ડિયા કંપનીના સ્ટોરેજ પ્લાન્ટમાં કોઈક કારણોસર અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાની સાથે આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા કામદારોમાં નાશભાગ મચી જવા પામી હતી અને કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ,આગના પગલે કંપની સંચાલકોએ જીઆઇડીસી નોટીફાઈડના ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ફાયટરો દોડી આવી પાણીનો છંટકાવ કર્યો હતો ,જો કે સ્ટોરેજ પ્લાટમાં સોલ્વન્ટ થતા અન્ય કેમીકલના જથ્થામાં ફેલાતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાનોલી,અંકલેશ્વર નગરપાલીકા ,ઝઘડિયા જીઆઇડીસી તેમજ અંકલેશ્વરની ખાનગી કંપનીના ૧૫ જેટલા ફાયરબ્રિગેડ દોડી આવી પાણી તેમજ ફમનો છટકાવ કરતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો,આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી,આ ઘટના ના પગલે ફેક્ટરી ઈંસ્પેક્ટર, જી.પી.સી.બી.નાની ટીમ તેમજ પોલીસ કાફલો દોડી આવ્યો હતો