અંકલેશ્વર, તા.૧૯
ગત ૧૪મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં ૪૦થી પણ વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. જેને લઈને સમગ્ર દેશમાં વીર શહીદ જવાનોને અંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. સાથે પાકિસ્તાન અને આતંકીઓના પુતળા દહન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ધ્વજને પેન્ટિંગ કરી પાકિસ્તાન મુર્દાબાદ લખી લોકોએ ગાડીઓ ઉપરથી ફરવીને તો રાહદારીઓએ ઉપરથી ચાલીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ અનોખા વિરોધને પગલે હાલ આ વિરોધ અંકલેશ્વર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.