(એજન્સી) તા.૧
તુર્કીમાં છેલ્લા એક અઠવાડિયામાં ૧,૦૯૮ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ અટકાયતો આતંકવાદી સંગઠનો સાથે જોડાણ અથવા અમેરિકા આધારિત ઈમામ ફેતુહલ્લાહ ગુલેન સાથે સંબંધ હોવાની શંકાને આધારે કરવામાં આવી છે. ફેતુહલ્લાહ ગુલેન પર રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાન વિરૂદ્ધ ગયા વર્ષે જે બળવો પોકારવામાં આવ્યો હતો જે નિષ્ફળ ગયો હતો. તેના માસ્ટરમાઈન્ડ હોવાનો કથિત આરોપ છે.
મિનિસ્ટ્રી ઓફ ઈન્ટીરિયર દ્વારા સોમવારે અપાયેલા નિવેદન મુજબ તુર્કી ગુલેન ચળવળ સાથે સંકળાયેલ ૮૩૧ શકમંદોની ધરપકડ કરી હતી. ગુલેન ચળવળને અંકારા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે અને ફેતુહલ્લાહ ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન (એફઈટીઓ) નામ આપવામાં આવ્યું છે.
ગયા વર્ષે જુલાઈમાં પોકારાયેલ બળવા બાદથી આ પ્રકારની કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધી ૬૦,૦૦૦થી વધુ લોકોને જેલ થઈ છે. જ્યારે ૧,પ૦,૦૦૦ લોકો જેમાં ન્યાયધીશો, શિક્ષકો, પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓ બરતરફ કે નિલંબિત કરવામાં આવ્યા છે. જેનો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ધોરણે વિરોધ કરવામાં આવ્યો છે. છોત્તેર વર્ષીય ગુલેન અંકારા દ્વારા લગાવવામાં આવેલ આરોપો સ્પષ્ટ રીતે ફગાવ્યા છે.
લિખિત નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ર૧૩ લોકોની કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી (પીકેકે) સાથેની કથિત સંડોવણી બદલ અટકાયત કરવામાં આવી છે. આ પાર્ટીને સરકાર દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરાઈ છે. નિવેદનમાં આગળ કહેવાયું છે કે અન્ય ૪૬ લોકોની તકફીરી આતંકવાદી ગ્રુપ જે મુખ્યત્વે સીરિયા અને ઈરાકમાં છે. સાથેની સંડોવણી બદલ અને અન્ય ૮ની ‘લેફટીસ્ટ આતંકવાદી ગ્રુપ’ સાથેના જોડાણ બદલ ધરપકડ કરવામાં આવી છે.
જુલાઈ મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા ચોથી વખત એનાટોલિયામાં કટોકટીની સ્થિતિ લાગુ કરાઈ છે.