(એજન્સી) અમદાવાદ, તા. ૨૨
કોંગ્રેસને ભાજપ જેવી ગણાવવાનો ઇન્કાર કર્યાના કલાકોમાં જ યુવા નેતા હાર્દિક પટેલે આગામી ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ઉતારવા અંગેના વિવાદને અવગણી કોંગ્રેસને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તેણે કહ્યું કે, કોંગ્રેસે સકારાત્મક નીતિઓથી કેવી રીતે પટેલ સમુદાયને લાભ થઇ શકે તે અંગેની અમારી માગોનો તેણે સ્વીકાર્ય ઉકેલ બતાવ્યો છે. તેણે પોતાનો એક જ એજન્ડા જાહેર કરતા જણાવ્યું કે, હું ફક્ત ભાજપને હરાવવા માગુ છું.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. હાર્દિકપટેલે પોતાના પાટીદાર સમાજને કોંગ્રેસને મત આપવા અપીલ કરી છે. જોકે, હાલમાં જ ઉમેદવારો ઉતારવાને મામલે કોંગ્રેસ અને પાસ વચ્ચે મડાગાંઠ સર્જાઇ હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિએે ૧૨ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની માગ કરી હતી અને કહ્યું હતું કે, તેઓએ અમારા એક જ ઉમેદવારને જાહેર કર્યા છે.
૨. દરમિયાન હાર્દિકે કહ્યું છે કે, તેને એકપણ સીટ જોઇતી નથી. તેણે કહ્યું કે, પટેલ યુવાનોએ પ્રતિનિધિત્વ કરવું જોઇએ.
૩. ખોટા ઉમેદવારો ઉતારવાના આરોપસર પાસે રવિવારે સુરતમાં કોંગ્રેસની ઓફિસોમાં તોડફોડ કરી હતી.
૪. પાસમાં અંદરખાને પણ સીટો માટે વિવાદ પેદા થયો હતો. હાર્દિકે બુધવારે કહ્યું કે કોંગ્રેસ અને પાસ એકજ મંચ પર છે અને એમ પણ કહ્યંુ કે, પાસના પ્રવક્તા તરીકે તે એકલો જ જવાબદાર છે. ભાજપે હાર્દિક પર વેચાઇ જવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, તેઓ મુરખ કાયદામાં નથી તેવા ફોર્મ્યુલાને અપનાવી રહ્યા છે.
૫. ગુજરાતના મતદારોમાં પટેલ સમુદાય ૧૪ ટકા છે જે હંમેશાથી ભાજપની પડખે રહે છે. પરંતુ બે વર્ષ અગાઉ હાર્દિક પટેલે ભાજપની સરકાર સામે અનામત અંગે આંદોલન છેડ્યું હતું.
૬. ભાજપ તેની માગને સ્વીકારવામાં નિષ્ફળ નિવડતા તેણે કોંગ્રેસ સાથે કામ કરવાનું નક્કીકર્યું છે. હાર્દિકે જાહેરાત કરી છે કે, તે આગામી અઢી વર્ષ સુધી રાજકારણમાં નહીં જોડાય જેની પાછળનુ કારણ એ છે કે, તેના પર સમાજ આરોપ લગાવી રહ્યો છે કે, તે કોંગ્રેસ પાસે વેચાઇ ગયો છે.
૭. હાર્દિકે પત્રકાર પરિષદમાં કહ્યું કે, કોંગ્રેસેસર્વે કર્યો છે કે, કયો સમુદાય પ્રતિનિધિત્વ વિનાનો છે અને શિક્ષિત રીતે પછાત છે અને ત્યારબાદ તેણે સરકારી નોકરીઓ અને રાજ્ય દ્વારા ચાલતી કોલેજોમાં મેરિટ આપવા જણાવ્યું છે.
૮. હાર્દિક પટેલે માગ કરીછે કે, તેના સમુદાયને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે. જો કોંગ્રેસ પટેલોને ઓબીસીમાં સામેલ કરે તો તેણે ઓબીસી સમાજના જિગ્નેશમેવાણીના વિરોધનો સામનો કરવો પડે જેમાંથી પટેલોને અનામત મળી શકે. હાર્દિકે દાવો કર્યો છે કે, કોંગ્રેસે સ્પ્શિયલ કેટેગરીની અનામતનો ફોર્મ્યુલા આપ્યો છે જેમાં ઓબીસીને અસર કર્યા વિના પટેલોને અનામત મળી શકે.
૯. પટેલ સમુદાય ગુજરાતની ચૂંટણીમાં એ માટે મહત્વનો છે કારણ કે, હાલ ગુજરાત વિધાનસભામાં પટેલ સમાજના નવ ધારાસભ્યો છે.
૧૦. ગુજરાતમાં ૯ અને ૧૪મી ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને પરિણામ ૧૮મી ડિસેમ્બરે આવશે.