ઈન્દોર, તા.ર૫
ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ અંતિમ બે વન-ડે માટે બીસીસીઆઈના પસંદગીકારોએ આજે રવિન્દ્ર જાડેજાને બહાર કરતા અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યો છે. સિરીઝની શરૂઆત પહેલા જ પટેલને ઘૂંટણની ઈજા થઈ હતી. ત્યારબાદ પસંદગીકારોએ તેના સ્થાને જાડેજાને ૧પ સભ્યોની ટીમમાં સમાવેશ કર્યો હતો. ચોથી વન-ડે બેંગ્લોરમાં ર૮ સપ્ટેમ્બરે રમાશે જ્યારે પાંચમી વન-ડે પહેલી ઓકટોબરે નાગપુરમાં રમાશે.