(એજન્સી) નવી દિલ્હી, તા.૭
અભિનેતા અનુમપ ખૈર લાંબા સમયથી ભાજપ અને ઁસ્ નરેન્દ્ર મોદીના મજબૂત સમર્થક રહ્યા છે. છઠ્ઠી મેએ પીઢ અભિનેતાએ ટ્‌વીટર પર જાહેરાત કરી હતી કે, તેઓ ચંદીગઢમાં આ વર્ષે યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીઓમાં ભાજપનાં ઉમેદવાર તેમનાં પત્ની કિરણ ખૈરને મદદ કરવા માટે ચૂંટણી પ્રચાર માટે જોડાશે.
અનુપમ ખૈરે લખ્યું હતું કિરણખૈર ભાજપે છેલ્લા પાંચ વર્ષ જેટલા પણ સારા કાર્યો કર્યા છે તેના માટે હું તેમના પ્રચાર માટે તૈયાર છું એક એવી રાજકારણી નેતા કે જેણે પોતાની જાતને ચંદીગઢના લોકોની સેવા માટે કટિબદ્ધ કર્યાં છે. “અભિનેતા પોતાની ટ્‌વીટના અંતે બંનેનો ફોટો પણ મૂક્યો હતો. જો કે, કલાકોમાં જ તેમની પૂર્વ આયોજિત બે ચૂંટણી રેલીઓ રદ કરવામાં આવી હતી કારણ કે સભામાં લોકોની હાજરી ન હતી. એક સમાચાર પત્રે આપેલા અહેવાલમાં જણાવ્યું કે, પ્રથમ જાહેરસભા સેક્ટર ર૮-સી ખાતે ૪ વાગે યોજાઈ રહી હતી જેમાં કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાના કારણે રદ કરવામાં આવી હતી.
બીજી જાહેરસભા સેક્ટર ૩પ-સી ખાતે પાંચ વાગ્યે યોજાવાની હતી પણ અભિનેતા ત્યાંથી પોતાની કારમાંથી સ્થળને જોઈને જતા રહ્યા હતા કારણ કે ત્યાં પણ પ્રજાની સભાને સાંભળનાર કોઈ વ્યક્તિ હાજર ન હતી. આમ, અનુમપ ખૈરના પોતાના જ ટ્‌વીટે તેમને પત્ની કિરણ ખૈર અને ભાજપને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા હતા.
હવે અભિનેતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.
અશોક સ્વેઈન નામની વ્યક્તિએ ટ્‌વીટ કરી હતી. મોદીના પાંચ વર્ષના સુવર્ણ કામમાં તમામ કાશ્મીરી પંડિતો ધારીમાં પાછા જતાં રહ્યા છે તેથી દેશમાં અનુમપ ખૈરને સાંભળવા માટે હવે કોઈ રહ્યું નથી. આકાશ બેનરજીએ ટ્‌વીટ કરી લખ્યું હતું “પહેલા કંગના રનૌત પછી અક્ષયકુમાર હવે અનુપમ ખૈર ધીમે પણ ખાતરીપૂર્વક લોકો અને નકલી દેશભક્તોની પ્રવૃત્તિઓ જોઈ રહ્યા છે અને કેવી રીતે તેઓ પાર્ટી માટે વોટ્‌સ મેળવવા રાષ્ટ્રવાદનો ઉપયોગ કરી રહ્યા છે તે સમજી રહ્યા છે. વેલડન ચંદીગઢ.