(એજન્સી) નવી દિલ્હી,તા.૧
ફિલ્મ અભિનેતા અનુપમ ખેરએ પોતાની આગામી ફિલ્મ વન-ડેના પ્રચાર વચ્ચે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી.
આ પ્રસંગે અનુપમ ખેરએ તસવીર શેર કરતા લખ્યું કે પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. આપની સાથે મુલાકાત એ સૌભાગ્ય અને ગર્વની વાત છે. ભારત માટે આપનો દૃષ્ટિકોણ વિશ્વાસપાત્ર અને હૃદયસ્પર્શી છે. આપના પ્રેરણાદાયી શબ્દ હંમેશા મારા માટે ઉર્જાનો સ્ત્રોત રહેશે. આપ દેશને નવી ઉંચાઈઓ સુધી લઈ જતાં રહો તેવી શુભેચ્છા.