(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૫
શહેરમાં નશાખોરીને ડામવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હાથ ધરેલું ઓપરેશન હકીકતમાં સરાહનીય છે. તેવી જ રીતે શહેરમાં ચાલતા દેહવિક્રયના ધંધાઓ પર અને આવી પ્રવૃત્તિઓથી પંકાયેલી હોટલો પર પણ રેઇડ કરી પોલીસ કમિશનર મોટો દાખલો બેસાડી શકે તેમ છે.
શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશાના વેચાણ કેન્દ્રો પર ડીસીબી, પીસીબી સહિતની ટીમે દરોડા પાડ્યા હતા. સમગ્ર ડ્રાઇવમાં અનેક લોકો પકડાયા હતા. જેમાં હાઇપ્રોફાઇલ યુવતીઓ પણ નશાની બંધાણી થઇ હોવાના ખુલાસા થયા છે. તેવી જ રીતે શહેરમાં અનેક વિસ્તારોમાં દેહવિક્રયના ધંધા પણ ઘણા વકર્યા છે. ચોક્કસ વિસ્તારો તો આ માટે તેની ઓળખ સમા બની ગયા છે. નિર્ધારિત સમયે ગ્રાહક આવી જગ્યાએ જાય તો તે નિરાશ થતો નથી તો કેટલીક હોટલો પણ દેહવિક્રયાના ધંધા માટે જાણીતી બની હોવાનું જાણવા મળ્યું છે.શહેરના એસટી ડેપો, બોઇઝ હોસ્ટેલ, અલકાપુરી તેમ દક્ષિણની કેટલીક હોટલોમાં લલનાઓને લઇ ખુલ્લેઆમ આવતા ગ્રાહકોને હોટલોવાળા ચોક્કસ કલાકની અમુક રકમ લઇ જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ ધરી દે છે. જો પોલીસ વિભાગના સૂત્રોનું માનીએ તો આવી ખરડાયેલી હોટલો વિશેની સંપૂર્ણ વિગતો પોલીસ વિભાગ અને જે તે પોલીસ મથકના અધિકારીઓને છે. પરંતુ તેઓ પણ આવી હોટલો સામે કોઇ કાર્યવાહી કરતા નથી. જેથી તેઓ બિન્દાસ્ત પોતાના ગોરખધંધા દાદાગીરીથી કરી રહ્યા છે.
વડોદરામાં દેહવિક્રયના ધંધાઓ પર પોલીસ લાલ આંખ કરે તે જરૂરી

Recent Comments