(એજન્સી) તા.ર૩
દેશભરમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એકટ સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સાથે સાથે ફિલ્મી દુનિયાની મોટા ભાગની સેલિબ્રિટીઓએ પણ આ કાયદા સામે અવાજ ઉઠાવ્યો છે. જાણીતા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે પણ ટવીટરના માધ્યમથી સી.એ.એ.નો વિરોધ કર્યો છે. કશ્યપે ર૩ ડિસેમ્બર સોમવારે હિટલરનો એક જૂનો વીડિયો શેર કરી વડાપ્રધાન મોદીને લક્ષ્યાંક બનાવ્યા હતા આ વીડિયોમાં હિટલર એક જાહેરસભાને સંબોધતા કહી રહ્યો છે કે હું જાણુ છું કે કોણ મારા પ્રત્યે નફરત ધરાવે છે જો તમે આ ઈચ્છા રાખો છો તો મારી સાથે નફરત કરો પરંતુ જર્મની સાથે નફરત ન કરો, આ સાથે જ અનુરાગ કશ્યપે લખ્યું હતું કે મારાથી નફરત કરો પરંતુ ભારતથી નહીં. બિચારા આપણા પ્રધાનમંત્રીઈં અર્બન નાઝી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ રવિવારે દિલ્હીની એક જાહેરસભામાં સિટિઝનશીપ એકટ મુદ્દે થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો અંગે કહ્યું હતું કે, તમે મારા પોસ્ટરો સળગાવો તેમને તોડી નાખો પરંતુ દેશની સંપત્તિને નુકસાન ન પહોંચાડો.