(એજન્સી) નવી દિલ્હી, તા.૮
ફિલ્મ નિર્દેશક અને લેખક અનુરાગ કશ્યપ(૪૭)એ સરકાર દ્વારા નાગરિકોને દેશભક્ત અને દેશદ્રોહીમાં વહેંચવા માટે જવાબદાર ઠેરવ્યા. સરકાર માટે લોકોના માત્ર બે જૂથો છે, દેશદ્રોહી અને દેશભક્ત.ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ‘જે કોઈ પણ સરકાર સાથે સહમત છે તે દેશભક્ત અને જે કોઈ સરકારને સવાલ કરે છે તેઓને દેશદ્રોહી કહેવામાં આવે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુંડાઓને કાયદેસર રીતે દેશની અંદર દેશદ્રોહી કહેવાતા ‘દુશ્મનો’ સામે લડવાની પ્રેરણા આપી છે. તેમણે કહ્યું કે, આ કટ્ટરવાદીઓ એટલા ઉશ્કેરાયેલા છે કે, તેઓ દરેક હિંસામાં સામેલ થવા તૈયાર છે, તેઓ ખરેખર માને છે કે વિદ્યાર્થીઓ, બૌદ્ધિકો, મુસ્લિમો અને સરકારના અન્ય ટીકાકારો પર હિંસા કરી રાષ્ટ્રીયની સેવા કરી રહ્યા છે. દેશભક્તો અને નાગરિકો કોણ છે, એમ તેમણે પૂછ્યું, વડાપ્રધાન અને ગૃહપ્રધાનને આંધળાપણે અનુસરે છે તે જ લોકો છે જે ફક્ત બે જ લોકોનું સાંભળનારા છે ? કશ્યપે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, ગૃહપ્રધાનની વાત માત્ર શહેરી નક્સલવાદીઓ અને ટુકડે-ટુકડે ગેંગ ઉપર જ અટેકેલી છે, જેનો કંઈ અર્થ નથી. મોટી સંખ્યામાં બોલીવુડ કલાકારો દ્વારા સરકારને ટેકો આપવા અંગે પૂછતાં, કશ્યપે જવાબ આપ્યો કે, તેઓનીએ સમસ્યા નથી. ‘સમસ્યા એ નથી કે તેઓનો મત જુદો છે; મારો અભિપ્રાય અનુપમ ખૈર અથવા વિવેક અગ્નિહોત્રીથી અલગ હોઈ શકે પણ નાગરિક ચર્ચા થઈ શકે છે; પરંતુ સમસ્યા એ છે કે, કોઈ ટીકા કરવાની મંજૂરી નથી કે કોઈ પ્રશ્નોની મંજૂરી નથી.’ ભાજપ દ્વારા આયોજિત ડિનરમાં મોટી સંખ્યામાં બોલિવુડ હસ્તીઓ હાજર ન રહેવા અંગે ઉલ્લેખ કરતા કશ્યપે કહ્યું કે, ડિનરમાં ભાગ ન લેવું એ પણ એક અભિપ્રાય છે. ‘લોકો ચૂપ રહી શકે છે પરંતુ તેઓ વાત કરે છે, ચર્ચા કરે છે… તેઓ સહનશીલતાની મર્યાદા સુધી પહોંચી નહીં શકે પણ મારી પાસે છે’ તેમણે કહ્યું.
શું બધાએ ફક્ત વડાપ્રધાનની ’મન કી બાત’ જ સાંભળવી જોઈએ ? અને કોઈ પ્રશ્નો ન પૂછવા જોઈએ ? વડાપ્રધાન અને ગૃહમંત્રી અંસ્ક્રીપ્ટડ અને તૈયાર ન કરાયેલા પ્રશ્નો કેમ નથી લેતા ? તેઓ શા માટે યોગ્ય પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નથી ? શું તે વડાપ્રધાન અથવા ગૃહમંત્રીનું રાત્રિભોજનનું આમંત્રણ સ્વીકારશે ? કશ્યપે જવાબ આપ્યો કે તેઓને ખાનગી ડિનર અંગે શંકા છે કે ડિનરના અંતમાં શુ થશે. જો કે, મને કેમેરા અને અન્ય લોકોની હાજરી સાથે ડિનર કરવામાં ખુશી થશે. સરકાર પર ‘ડર’ની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી દિગ્દર્શકે કહ્યું કે, સરકારના સમર્થકોને પગલાંઓ ઉઠાવતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે. તેમણે સ્વીકાર્યું હતું કે, તેઓ તેમના વિશેષ હોદ્દાને કારણે સુરક્ષિત છે અને મહારાષ્ટ્રમાં છે જ્યાં ભાજપ નથી તેમણે કહ્યું કે, ‘તમને લાગે છે કે હું બીજે ક્યાંક સલામત રહીશ ?’ કોઈએ તો અવાજ ઉઠાવવી જોઈએ અને જામિયા અને જેએનયુમાં થયેલી હિંસાને જોતા હું ચૂપ રહી શક્યો નહીં.
બોલીવુડને ભૂલી જાઓ, મોદી-શાહ ઘરોમાં અને દોસ્તીમાં ભાગલા પાડી રહ્યા છે : અનુરાગ કશ્યપ

Recent Comments