(એજન્સી) તા.ર૯
દેશમાં વધતી જતી મોબલિંચિંગની ઘટનાઓ વિશે વડાપ્રધાન મોદીને પત્ર લખી ચિંતા વ્યક્ત કરનાર વિવિધ ક્ષેત્રોના ૪૯ બુદ્ધિજીવીઓમાંથી ૯ સામે ગુનાહિત ફરિયાદ દાખલ થયા પછી આ પત્ર પર હસ્તાક્ષર કરનાર ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે આ બાબત વિશે ટ્‌વીટર પર ચર્ચા શરૂ કરી હતી. તેમણે ટ્‌વીટ કર્યું હતું કે, ‘‘જો એક પત્ર તેમના પર આટલી હદે અસર કરતો હોય કે તેમને અમારા વિરૂદ્ધ ખોટી વાતો ફેલાવવા માટે અને આક્ષેપો કરવા માટે સમગ્ર ટ્રોલ આર્મીની જરૂર પડી ગઈ તો કલ્પના કરો કે જો અમે આ શાસનની દરેક કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવવાની શરૂઆત કરીશું તો શુું થશે.’’ તેમણે બીજું એક ટ્‌વીટ કરી કહ્યું હતું. ઈંજીર્ં ઙ્મઅહષ્ઠરૈહખ્તઙ્ઘ ઉલ્લેખનીય છે કે, ર૩ જુલાઈના રોજ અનુરાગ સહિત ૪૯ વૃદ્ધિજીવીઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી દેશમાં વધતી જતી મોબલિંચિંગની ઘટનાઓ સામે ચિંતા વ્યક્ત કરી આ પ્રકારની ઘટના માટે જવાબદાર લોકોને દ્રષ્ટાંતરૂપ સજા આપવાની માગણી કરી હતી. આ પત્ર પર હસ્તાક્ષર કરનારા લોકોમાં શુભા મૃદગલ, કોકણા સેન, શ્યામ બેનેગલ, અનુરાગ કશ્યપ, મણિરત્નમ જેવા ફિલ્મ જગતના અગ્રણીઓ સામેલ હતા.