ભાવનગર, તા.ર૯
ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકના વોર્ડ નં.૩ની એક બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી આજે હાથ ધરાતા ભાજપના ઉમેદવારની સામે કોંગ્રેસના ઉમેદવારનો જવલંત વિજય થયો હતો એમ કહેવાય છે કે, પાલિતાણા ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ અને પાલિતાણાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા અને રાજસભમના સાસંદ મનસુખ માંડવિયા અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો ગઢ કહેવાય છે. પરંતુ આ પેટા ચૂંટણીમાં ભાજપે એડીચોટીનું લગાવ્યું છતાં ભાજપના ફાળે નિષ્ફળતા સાંપડી હતી. જ્યારે કોંગ્રેસપક્ષે પ્રણાલિગત બેઠક જાળવી રાખી હીત.
જ્યારે પાલિતાણા કોંગ્રેસ પ્રમુખ કરણભાઈ મોરી, ન.પા.વિપક્ષના નેતા પ્રવિણભાઈ ગઢવી, આ વોર્ડના ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક અને પીઢ અગ્રણી એડવોકેટ રૂમીભાઈ શેખ, પૂર્વ નગરપતિ હયાતખાન બ્લોચ, તેમજ ભાવનગરના મુસ્લિમ સમાજના આગેવાન અને નગરસેવક ઈકબાલભાઈ આરબ, પૂર્વનગર સેવક કાળુભાઈ બેલીમ સહિતના કોંગ્રેસના અગ્રણીઓએ પાલિતાણાની આ પેટા ચૂંટણીમાં સક્રિય રસ દાખવી કોંગ્રેસના ઉમેદવાર અનવરભાઈ કાજી અને જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેને સફળતા સાંપડી છે અને કોંગ્રેસના ઉમેદવારનો જવલંત વિજય થયો છે.
કોંગ્રેસના ઉમેદવાર અનવરાભાઈ કાજીને ૧૩૪પ મતો મળ્યા હતા. જ્યારે તેના નજીકના ભાજપના ઉમેદવાર મહેબુબભાઈ કુરેશીને ૧૦૭૯ મત પડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અનવરભાઈ કાજીનો ર૭૬ મતે જ્વલંત વિજય થયો હતો. આજે પાલિતાણામાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ વાજતે-ગાજતે અને આતશબાજી સાથે નિકળ્યું હતું.
પાલિતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર અનવર કાજીનો વિજય

Recent Comments