(એજન્સી) હૈદરાબાદ, તા.૩૦
આંધ્રપ્રદેશમાં રર વર્ષની એક ઈજનેરી શાખાની વિદ્યાર્થિનીએ તેના સિનિયર પર બળાત્કાર કરી ફિલ્મ ઉતારી બ્લેકમેઈલ કરવાનો આરોપ મૂકયો છે. તેણીએ ફરિયાદમાં કહ્યું છે કે, તેના બે સિનિયરો તેને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બર્થ-ડે પાર્ટીમાં લઈ ગયા હતા. જ્યાં તેમણે તેને કેફીપીણું પીવડાવી બળાત્કાર કર્યો હતો. આ કૃત્યની તેમણે ફિલ્મ ઉતારી હતી. તેઓ વારંવાર બ્લેકમેઈલ કરતો હતો. બન્ને આરોપીઓ આ વર્ષે સોફટવેર ઈજનેર થઈ કોલેજમાંથી બહાર આવ્યા છે. પોલીસે બન્ને પર ગેંગરેપનો તેમજ આઈટી એકટ હેઠળ ફિલ્મ ઉતારવાનો અને બ્લેકમેઈલનો કેસ કર્યો છે. પીડિતાએ કહ્યું કે તેણીએ આ મુદ્દે કોલેજના મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી પરંતુ તેમણે પોલીસને જાણ કરી નહીં. કોલેજ મેનેજમેન્ટે ઝડપી કાર્યવાહી કરી છે. છોકરીની ઓળખ છૂપાવવા પોલીસ ફરિયાદ કરી ન હતી. ત્યારબાદ સમાધાન કરાયું હતું છતાં આરોપી વામસી અને શિવા રેડ્ડીએ ગેંગરેપનો વીડિયો તેના કલાસમેટને શેર કર્યો હતો. ત્રીજા એક શખ્સ પ્રવિણે છોકરીને વીડિયો અંગે ધમકી આપી હતી. તેણે ૧૦ લાખ અને સેકસની માંગ કરી હતી પછી પીડિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પ્રવિણની ધરપકડ કરી હતી.