(સંવાદદાતા દ્વારા), સુરત તા.૨૬
શહેરના મોટાવરાછા વિસ્તારમાં રહેતા અને વિદ્યાનગર ખાતે માસ્ટર ઓફ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગત રાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઇનેઆપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મોટા વરાછાના મહાદેવ ચોક ખાતે આવેલ કૃપા રો હાઉસમાં રહેતા કાળુભાઇ રાખોલીયા સંતાનો પુત્ર કૃણાલ અને નિસર્ગ છે. ભણવામાં હોશિયાર ર૩ વર્ષિય નિસર્ગ વિદ્યાનગર ખાતે આવેલ બિરલા વિશ્વ કોલેજમાં માસ્ટર ઓફ એન્જનિયરીંગ (એમઇ) ના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. દિવાળી વેકેશન હોય નિસર્ગ સુરત ખાતે માતા પિતા પાસે આવ્યો હતો. ગઇકાલે તેના માતા પિતા મોટા વરાછા વિસ્તારમાં સંબંધીના ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. તથા ભાઇ કૃણાલ ઘરે જ હતો ત્યારે નિસર્ગએ બીજા રૂમમાં જઇ દરવાજો અંદરથી બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રાત્રે ઉઁઘવા જવા માટે કૃણાલે દરવાજો ખખડાવતા તેને દરવાજો ખોલ્યો નહિ હતો. જેથી આજુ બાજુમાં લોકોને આ અંગે જાણ કરી હતી અને પછી પાછળની સાઇડે આવેલ બારીમાંથી જઇને જોતા નિસર્ગની લટકતી લાશદેખાઇ હતી. જેથી તમામ ચોકી ગયા હતા. ઘટના અંગે જાણ થતા અમરોલી પોલીસસ્થળ ઉપર પહોંચી હતી અને નિસર્ગનીલાશને નીચે ઉતારી પોસ્ટ માર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી.વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે નિસર્ગ ભણવામાં હોશિયાર હતો, છ મહિનાપહેલા જ ભણવા માટે વિદ્યાનગરગયો હતો. ભણવાના ટેન્શમાં તેને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. અમરોલી પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.