સેલવાસ,તા.૨૪
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં કલાસ વન અધિકારી જિજ્ઞેશ કાછિયાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસને તેઓ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દાદરાનગર હવેલીના સેલવાસમાં રહેતા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ કાછિયાએ ગઈ કાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
તેમના મૃતદેહ પાસેથી ૮ પાનાંની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. મળતી માહિતી મુજબ જિજ્ઞેશ કાછિયા પર ભ્રષ્ટાચારના આરોપો અને આવક કરતાં વધુ સંપત્તિની તપાસ થઈ રહી હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. પોલીસને કુલ ૮ પાનાંની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.