(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૩૦
અમરેલી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે નોકરી કરતા યુવાને આજે અનાજમાં નાખવાના ૫ ટીકડા ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના લાઠી રોડ ઉપર વૃંદાવન પાર્કમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ગવર્મેેન્ટ સર્વન્ટ તરીકે સ્ટાફ બ્રધરમાં નોકરી કરતો ઋષિ રાજેદ્રકુમાર પંડ્યા (ઉ.વ.૩૧) એ પોતાના ઘરે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા એકી સાથે ૫ પી ગયેલ જેથી તેની તબિયત લથડતા તેમના પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસડેલ હતો જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી દવાખાને ખસડેલ પરંતુ ત્યાંના તબીબીએ સિવિલમાં લઇ જવાનું કહેતા તેને સિવિલમાં ફરી લઇ જતા રસ્તામાં જ મોત થયું હતું જેથી સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જણાવી પીએમ માટે ખસડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સરળ અને મળાવતો સ્વભાવ ધરાવતા ઋષિ પંડ્યાનાં મોતના સમાચારથી સમગ્ર હોસ્પિટલના કર્મચારીઓમાં શોક વ્યાપી ગયો હતો. મૃતકના પિતા રાજેન્દ્રકુમાર લક્ષ્મીશંકર પંડ્યાએ સીટી પોલીસમાં જાહેર કર્યું હતું કે, તેનો પુત્ર ઋષિ છેલ્લા ૫ મહિનાથી સિદ્ધપુર પાટણ ખાતે ટ્રેનિંગમાં હતો અને બે દિવસ પેહલા તા.૨૮/૪/૧૮ના રોજ અમરેલી આવેલ હતો અને ઋષિને ટ્રેનિંગમાં રિજેક્ટ કરેલ હોઈ જેના કારણે તેના પુત્રએ આ પગલું ભર્યું હોવાનું જણાવાયું હતું. સિટી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.