ભાવનગર, તા. ૬
ભાવનગર નજીકના વરતેજ ગામે રહેતા ચેતનભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.ર૧) છેલ્લા ઘણા સમયથી કોઈ નોકરી-ધંધો કરતા ન હોય અને બેકારીથી કંટાળી ગયા હોય જેના કારણે ગત મોડીરાત્રે સુરેન્દ્રનગરથી ભાવનગર તરફ આવતી ટ્રેન નારી ગામ પાસે પહોંચતા ટ્રેન તળે પડતું મૂકી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતાં વરતેજ પોલીસ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ.અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.