સુરેન્દ્રનગર,તા.ર૧
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણની સીમમાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની રાવ ઉઠવા પામી હતી. ત્યારે ડેપ્યુટી કલેકટર અને મામલતદાર સહિતનો સ્ટાફે આઠ ટ્રેકટર અને એક ડમ્પર ઝડપી પાડયું હતું પ્રાપ્ત વિગત અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણથી ઈસદ્રાની સીમમાં ઘણા વર્ષોથી રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની અનેક વખત રજૂઆતો થઈ હતી પરંતુ તંત્ર જાણી જોઈને કોઈ જ કાર્યવાહી નહીંક રતા આજે વહેલી સવારે તંત્ર હરકતમાં આવી મામલતદાર અને ડેમ્પયુટી કલેકટર સહિતનો સ્ટાફ ધ્રાંગધ્રાં તાલુકાના મોટી માલવણ ઈસદ્રા રોડ પર વોચ રાખી ગેરકાયદેસર પાસ પરમીટ વિના રેતીની હેરફેર કરતા આઠ ટ્રેકટરોને ઝડપી પાડી ૧૦ લાખી વધુના મુદ્દામાલને કબજે કર્યો હતો તંત્ર દ્વારા ઝડપાયેલા ટ્રેકટર બાદ ટ્રેકટર ચાલક દ્વારા હરીપર પાસેની કેનાલમાં પડી જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસ દ્વારા અટક કરી તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.