(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૨
રાજકોટની કુખ્યાત માથાભારે કહેવાતી મહિલા ડોન સોનું ડાંગર દ્વારા સોશિયલ મીડિયા પર મુસ્લિમ વિરોધી તથા હઝરત મોહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) વિશે અપમાનજનક ટિપ્પણી કરતો વિડીયો વાયરલ કરી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવવા સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ વડોદરાનાં નેજા હેઠળ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા આજે વડોદરા જિલ્લા કલેકટર તથા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર રાજકોટની કુખ્યાત મહિલા ડોન સોનું ડાંગર દ્વારા સોશિયલ મીડિયા પર ફેસબુક તથા વોટ્સઅપ થકી મુસ્લિમ ધર્મને અપમાનિત કરી ઈસ્લામ ધર્મનાં સ્થાપક હઝરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની શાનમાં ગુસ્તાખી કરી તેમના વિશે બિભત્સ તથા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી વીડિયો વાયરલ કરતાં મુસ્લિમોની ધાર્મિક લાગણી દૂભાઈ છે. તથા તાત્કાલિક કોમીએકતાના વાતાવરણમાં આવી રીતે આગ લગાડી માહોલ ખરાબ કરવાના હેતુથી કૃત્ય કરનાર સોનું ડાંગર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી સમાજમાં ઉઠવા પામી છે.
આજે સમસ્ત મુસ્લિમ સમાજના નેજા હેઠળ યુવા મુસ્લિમો વસીમ મોહંમદ હનીફ શેખ, શેખ મોહંમદરફીક, અરબાઝખાન પઠાણ, મોગલ સાબીર, નઝીર શેખ, ગુલામહુસેન લાખાજી, અબ્દુલકૈયુમ તથા સૈયદ મોઈનની આગેવાનીમાં આજે ૧૦૦ જેટલા મુસ્લિમ યુવાનો જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં મુસ્લિમ સમાજ તરફથી આ યુવાનોએ જિલ્લા કલેકટર તથા પોલીસ કમિશ્નરને સંબોધન કરતું આવેદનપત્ર આપી તાત્કાલિક મુસ્લિમોની લાગણી દુભાવનાર સોનું ડાંગર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી.
અપમાનજનક ટિપ્પણી કરનાર શૈતાન મહિલા બુટલેગર સામે વડોદરાના મુસ્લિમો દ્વારા આવેદન

Recent Comments