(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
આરએસએસના વડા મોહન ભાગવતે સોમવારે કહ્યું કે હિન્દુ ધર્મમાં તમામનો સમાવેશ થાય છે અને અલગ ઓળખ ધરાવતા લોકોને પણ આવકારે છે. જયપુરમાં શહિદ પરિવારો દ્વારા આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું કે હિન્દુ ધર્મ દરેક વ્યક્તિને સમાવતો ધર્મ છે. તે દરેકને આવકારે છે તેમની ઓળખ અખંડ રાખે છે. ભાગવતે કહ્યું કે આપણે સહુ હિન્દુઓ, આપણા દેશ હિન્દુવાદી છે. હિન્દુ શબ્દ કોઈ ભાષા, પુજા વિચાર કે કોઈ ખાસ વર્ગનો બનેલો નથી. મહેમાન જ મુખ્ય છે તે થીમ પર તે આધારિત છે. વિવિધ સંસ્કૃતિના લોકોને સ્વીકારીને તેમનો આદર કરે છે. વિશ્વ દ્વારા શબ્દ આપવામાં આવ્યો છે અને તે દ્વારા સ્વીકૃત થવાનું સૌભાગ્ય ભારતને સાંપડ્યું છે. ભાગવતે કહ્યું કે આપણા દેશનું દુર્ભાગ્ય છે કે વર્ષોથી જાતિ ભેદભાવ ચાલી રહ્યો છે તેને પરિણામે દેશનો મોટોભાગ પાછળ રહી ગયો છે. તેમણે કહ્યું કે ઈતિહાસમાં ક્યારેક પણ કોઈકે બળપ્રયોગ દ્વારા ભારતને હરાવ્યું નથી. આપણા સમૂદાયોના ભેદભાવો અને મતભેદોને કારણે તેઓ સફળ થઈ શક્યાં છે. આ ઇતિહાસનું પુનરાવર્તન ન થવું જોઈએ.