અમદાવાદ, તા.૪
ધોરણ-૧૦ની પરિક્ષાઓમાં ઉતિર્ણ થયા બાદ પોતાની પસંદગી મુજબ પોતાની કારર્કિર્દી પણ ઉજ્જવળ બનાવી શકાય તેવા હેતુ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ‘ગુજરાત કેરિયર વેબપોર્ટલ’ તેમજ મોબાઈલ એપ્લીકેશન તૈયાક કરતા આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે તે માટે આ મોબાઈલ એપ લોન્ચ કરી હતી ‘ગુજરાત કેરિયર વેબપોર્ટલ’ તેમજ મોબાઈલ એપ્લીકેશન પર વિધાર્થીઓનું ટેસ્ટનું પરિણામ દર્શાવયુ છે તેમજ વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશમાટે માર્ગદર્શનની વિગતો પણ દર્શાવાઈ છે www.gujaratcareermitra.in‘ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલ’ તથા મોબાઈલ એપ્લીકેશન પર વિધાર્થીઓ પોતાનો બેઠક નંબર દ્વારા આ ટેસ્ટનું પરિણામ જાણી શકશે વિધાર્થીઓને જે વિષયમાં રસ હશે તે વિષય કે પોતાની રુચિ મુજબ ઉચ્ચ શિક્ષણની વિવિધ સંસ્થાઓની માહિતી પણ ગુજરાત કેરિયર મિત્ર વેબપોર્ટલ તેમજ મોબાઈલ એપ્લીકેશન ઉપર મેળવી શકશે આ મોબાઈલ એપમાં વિષય પ્રમાણે તથા આ વિષય કે અભ્યાસક્રમના કોર્ષ રાજયમાં કયાં કયાં ઉપલબ્ધ છે તેની જિલ્લાવાર અને જે તે જિલ્લામાં જયાં એ પ્રકારના અભ્યાસક્રમ ચાલતા હોય તેની જિલ્લાની વિગત સાથે એ જિલ્લામાં આવા અભ્યાસક્રમો ચલાવતી શૈક્ષણિક સંસ્થાઓની વિગતો પણ વિધાર્થીઓને જોવા મળશે આ પ્રોજેકટ વિધાર્થીઓને કારર્કિર્દીનું ક્ષેત્ર પસંદગી કરવા માટે દિવાદાંડી સમાન બની રહેશે અને વિધાર્થીઓને ભવિષ્યમાં પોતાની પસંદગી મુજબની કારર્કિર્દી બનાવવાની તક મળી રહેવાથી યોગ્ય રોજગાર પણ મળી રહેતા ભવિષ્યમાં તેની આર્થિક સંપન્નતા પણ વધશે વિધાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપવા માટેનો એવો પ્રોજેકટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિધાર્થીઓના હિતમાં આ પ્રકારનો પ્રયોગ સૌ પ્રથમવાર કરવામાં આવ્યો છે માધ્યમિક શિક્ષણ બોર્ડ શ્યામચી બોર્ડ ફાઉન્ડેશન સાથે જાન્યુઆરી-૨૦૧૮માં એમ.ઓ.યુ કરેલા અને વિધાર્થીઓની કારકિર્દી અંગે માર્ગદર્શનના ઈન્ટ્રેસ્ટ ટેસ્ટ માટે ગત ફેબ્રુઆરી માસમાં આચાર્ય અને શિક્ષકોને તાલીમ આપવામા આવી હતી તા.૩૧/૩/૨૦૧૮ થી ૨/૪/૨૦૧૮ દરમિયાન ધોરણ-૧૦ના કુલ ૫,૧૮,૧૭૬ વિધાર્થીઓ ૭ ફિલ્ડ ઈન્ટ્રેસ્ટ ટેસ્ટમાં ઉપસ્થિત થયા હતા આ ટેસ્ટ સાવિત્રીબાઈ ફુલે પૂણે યુનિવર્સિટીના ડિવાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીના સહકારથી શ્યામચી આઈ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયો હતો આ ટેસ્ટનું સંચાલન આશરે ૨.૭૫ લાખ મોબાઈલ ઉપકરણો દ્વારા ૮૫૯૪ સ્કૂલમાં એપ્લીકેશન ગુજરાત કેરિયર મિત્ર દ્વારા કરાયુ હતું.