(એજન્સી) લખનૌ, તા.૧
હત્યા કરાયેલ એપલ એક્ઝિક્યુક્ઝિની પત્ની કલ્પના તિવારીએ બીજી એફઆઈઆર રવિવારે રાત્રે દાખલ કરાવી હતી. કલ્પનાએ આક્ષેપો કર્યા છે કે આ ઘટનાની એક માત્ર નજરે જોનાર સાક્ષી સનાખાન જે ઘટના સમયે વિવેકની સાથે હતી એમને ફોન કરવા અથવા રિસીવ કરવા પોલીસે પરવાનગી આપી ન હતી. કલ્પનાએ પોલીસ ઉપર આક્ષેપો મૂક્યા કે એમણે બળજબરીથી સના પાસેથી કોરા કાગળ ઉપર સહીઓ કરાવી હતી. ઉત્તરપ્રદેશના મંત્રી બ્રિજેશ પાઠકે કલ્પનાની બીજી એફઆઈઆરના દાવાને સમર્થન આપ્યો છે અને પોલીસો ઉપર આક્ષેપો મૂક્યા છે. એક માત્ર સાક્ષીને ૧૭ કલાક સુધી પોતાના જાપ્તામાં રાખ્યું અને એમની પાસેથી કોરા કાગળ ઉપર સહીઓ મેળવી હતી. જે રીતે એફઆઈઆર નોંધાવવી જોઈએ એ રીતે નોંધાવી ન હતી. સનાના નિવેદન અને એફઆઈઆરમાં સુસંગગતા નથી અને કેસને નબળો પાડવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આ પહેલાંની એફઆઈઆર સના ખાન દ્વારા દાખલ કરાઈ હતી. જેમાં એમણે આરોપી પ્રશાંત ચૌધરી અને સંદીપકુમારના નામો જણાવ્યા હતા. એમણે જણાવેલ કે પ્રશાંતે ગોળી ચલાવી હતી અને સંદીપ બાઈક ઉપર બેઠો હતો. બીજી એફઆઈઆરમાં સનાને સંબોધિત કરી લખાવાયું છે કે હું મારા સર વિવેક સાથે રાત્રે ૧.૩૦ વાગે ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ઓચિંતે જ પ્રશાંત ચૌધરી અને સંદીપ અમારી કારની સામે આવ્યા. વિવેક સર ભયભીત થઈ ગયા કારણ કે એમની સાથે એક મહિલા મિત્ર હતી. એથી એમણે ભાગવા માટે કાર ચલાવવા પ્રયાસ કર્યું. એ જ સમયે કોન્સ્ટેબલ જે બાઈકની પાછળની સીટ પર બેઠેલ હતો એ બાઈકથી નીચે ઉતરી આવ્યો. પ્રશાંત ચૌધરીએ કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલ વ્યક્તિ સામે બંદૂક તાકી અને એમને મારી નાખવાના ઉદ્દેશ્યથી ગોળી ચલાવી. મેં મદદ માટે ઘણી બૂમો પાડી અને બંનેને રોકવાનું પ્રયાસ કર્યું. મેં વિવેકને બચાવવા બધા પ્રયાસો કર્યા પણ પોલીસે મને ત્યાંથી હટવા પણ નહીં દીધું. મને ફોન કરવા અને ઉપાડવા માટે પણ ના પાડી. એમણે મને એક કોરા કાગળ ઉપર સહી કરવા દબાણો કર્યા અને પછી પોલીસ અને મીડિયા અધિકારીઓએ જે રીતે કહ્યું મેં એ રીતે ભય હેઠળ લખી આપ્યું.