(એજન્સી) તા.૭
બિનસરકારી સંગઠન નાજ ફાઉન્ડેશન સમલૈંગિકોના અધિકારોની કાનૂની લડત લાંબા સમયથી લડી રહ્યું હતું. આ સંગઠને ૨૦૧૩માં સજાતીય સંબંધોને ગુનો જાહેર કરવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં પુનઃવિચાર કરવા માટે અરજી દાખલ કરી હતી. નાજ ફાઉન્ડેશન માટે આ કેસ આનંદ ગ્રોવર લડી રહ્યા હતા. એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં ગ્રોવરે કહ્યું કે તે સમલૈંગિકોના અધિકારો માટે તે છેલ્લા ૨૦ વર્ષોથી લડી રહ્યાં છે. ગ્રોવરે કહ્યું કે મારા મનમાં ક્યારેય શંકા નહોતી કે આ લડત અમે નહીં જીતી શકીએ. ગ્રોવરે કહ્યું કે અસલમાં આ લડત એચઆઈવી પોઝિટિવ લોકો સાથે ભેદભાવ અંગે હતી. તેમણે કહ્યું કે એચઆઈવી પોઝિટિવ લોકો સાથે ભેદભાવને રોકવા માટે બોમ્બે હાઈકોર્ટમાં મેં એક અરજી દાખલ કરી હતી. અસલમાં આ લડત ૧૯૯૮માં શરૂ થઈ. એ દિવસોમાં અમે લોકો એચઆઈવી પર ઘણાં બધા કામ કરી રહ્યા હતા. અમે આ વાત માટે લડી રહ્યા હતા કે કોઈપણ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિથી નોકરી દરમિયાન કોઈ ભેદભાવ ન થાય. એચઆઈવી સજાતીય યૌન સંબંધ સાથે જોડાયેલો હતો એવામાં અમારી પાસે ગે સેક્સના અનેક લોકોએ સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી. આ કેસને નજીકથી જોવાને કારણે આનંદ ગ્રોવરને લાગ્યું કે આ તમામ સમસ્યાઓનું મૂળ આ વકીલે કલમ ૩૭૭ માટે ૨૦ વર્ષ લાંબી લડત લડી છે એવામાં તે નાજ ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા જે આ વસ્તુઓ માટે જ લડી રહ્યા હતા. ગ્રોવરે કહ્યું કે અનેક પ્રકારના કેસ સામે આવ્યા. પોલીસ આ પ્રકારના લોકોને બ્લેકમેઈલ કરતી હતી. સજાતીય પુરુષોને ઠીક કરવા માટે ઈલેક્ટ્રિક થેરેપીનો સહારો લેવાતો હતો. અમે એ જાણવા માગતા હતા કે આ બધું કેમ થઈ રહ્યું હતું અને આ પરિણામે પહોંચ્યા કે આ વકીલે લડેલી કલમ ૩૭૭ માટેની ૨૦ વર્ષ લાંબી લડત જ તેનું મૂળ છે. શરૂઆતમાં કોર્ટમાં આ મામલે સુનાવણી કરવી પણ મુશ્કેલ કામ હતું. આ કેસની લિસ્ટિંગ થતી પણ સુનાવણી થતી ન હતી. બાદમાં મીડિયાએ આ મુદ્દાને ઉઠાવ્યો અને જેનો ફાયદો મળ્યો.
સુપ્રીમકોર્ટે સજાતીય સંબંધોને કાયદેસર જાહેર કરતાં કલમ ૩૭૭ વિરુદ્ધ લડનાર વકીલે પોતાના અત્યાર સુધીના સંઘર્ષની આપવીતી જણાવી

Recent Comments