(એજન્સી) જેરૂસલેમ, તા.ર૪
બેહરીનના કિંગ અલ-ખલીફાએ ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બે અમેરિકી ધર્મગુરૂઓ સાથે મુલાકાત કરી હતી ત્યારે આ મુદ્દા વિશે વાત કરી હતી.
ખાડીના અરબ રાજ્યોએ બેહરનીના કિંગની સાથે મળીને ઈઝરાયેલને માન્યતા આપવા માટેનું પ્રથમ પગલું લીધું છે અને તેમણે કહ્યું છે કે તેની વિરૂદ્ધના બહિષ્કારનો ત્યાગ કરવો જોઈએ. બેહરીનના કિંગએ સઉદી અરેબિયા સાથે ગાઢ મૈત્રી ધરાવે છે. ૧૯૪૮માં જ્યારે ઈઝરાયેલના રાજ્યોની રચના થઈ ત્યારથી તેને માન્યતા આપવા માટે માત્ર તેના નજીકના પાડોશીઓ જેવા કે ઈજિપ્ત, જોર્ડન અને તુર્કી જ તૈયાર છે. ઈરાનની પરમાણુ મહત્ત્વકાંક્ષાઓ અને ઈરાક અને સીરિયામાં પોતાનો હસ્તક્ષેપ હોવા છતાં ખાડી દેશોએ શિયા-બહુમતના વિરોધ માટે એકજૂટ થઈને પ્રયાસ કર્યો છે અને તહેરાનના લાંબા સમયથી દુશ્મન રહેલા ઈઝરાયેલને સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે.
સિમોન વિઝેન્થલ સેન્ટરમાંથી આવેલા બે અમેરિકી યહુદી ધર્મગુરૂઓ સાથે ફેબ્રુઆરી મહિનામાં રાજધાની મનામામાં થયેલી મુલાકાત દરમ્યાન બેહરીનના કિંગ હમદ બિન ઈસા અલ-ખલીફાએ અરબ દ્વારા કરવામાં આવતા ઈઝરાયેલના બહિષ્કારનો પ્રથમ વખત વિરોધ દર્શાવ્યો હતો. નવેમ્બર મહિનામાં જ્યારે તેમના પુત્ર પ્રિન્સ નાસીર બિન હમદ અલ-ખલીફાએ ઈન્ટરફથ સેન્ટર ખોલવાની જાહેરાત કરી ત્યારે કિંગના ઈઝરાયેલ પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ જાહેર થયો.
મુલાકાતમાં હાજર રહેલા બે ધર્મગુરૂઓમાંના એક અબ્રાહમ કોપરે જણાવ્યું કે મુલાકાત દરમ્યાન કિંગે ઈઝરાયેલના અરબ દ્વારા કરવામાં આવતા બહિષ્કાર મુદ્દે પોતાનો વ્યક્તિગત વિરોધ દર્શાવ્યો હતો.
પ્રમુખ ટ્રમ્પ અને જારેદ કુશ્નર કે જે તેમના જમાઈ છે. તેમણે સઉદી અરેબિયાનું સમર્થન મેળવતા ખાડીના રાજ્યોને પ્રોત્સાહિત કરવાની માંગ કરી કે જેથી ઈરાનને દૂર કરવાના અમેરિકન પ્રયત્નના ભાગરૂપે ઈઝરાયેલને માન્યતા આપી શકાય.
બેહરીનના ઈઝરાયેલ સાથે કોઈ રાજદ્વારી સંબંધો નથી. પરંતુ તેની સાથે ટાપુ રાષ્ટ્રના યહુદીઓનો સમુદાય છે. જેમાં એક યહુદી એમપી માનવ અધિકારોનું ગ્રુપ છે કે જેમણે ખાસ કરીને શિયા બહુમતી ધરાવતા રાષ્ટ્રમાં સુન્ની-વર્ચસ્વ ધરાવતી રાજકીય અને ધાર્મિક દમન કરતી સરકાર સામે આરોપો મૂક્યા છે.