નવી દિલ્હી,તા.૧૭
ભારતીય ક્રિકેટ ટીમની અંડર-૧૯ ટીમનો શ્રીલંકાનો પ્રવાર મંગળવાર (૧૭ જુલાઈ)થી શરૂ થઈ ગયો છે. ચાર દિવસી મુકાબલાની શરૂઆત થઈ ચૂકી છે અને આ મેચથી પહેલા જ મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરનો પુત્ર અર્જુન તેંડૂલકર સમાચારોમાં છવાઈ ગયો છે. ટીમમાં સિલેક્ટ થયા પછી અર્જુન ચર્ચમાં છે અને હવે મેચ શરૂ થયા પછી એકવાર ફરીથી ટોપ ટ્રેન્ડમાં સામેલ થઈ ગયો છે. કારણ છે અર્જુન તેંડૂલકરે પોતાની ઈન્ટરનેશનલ કારકિર્દીની પ્રથમ વિકેટ મેળવી લીધી છે. જણાવી દઈએ કે, અર્જુનને ઓલરાઉન્ડરના રૂપમાં અંડર-૧૯ ટીમમાં એન્ટ્રી આપી છે. અર્જુન એક શાનદાર બોલર હોવાની સાથે-સાથે એક સારો બેટ્‌સમેન પણ છે.
કોલંબોએ નોન ડે સ્ક્રિપ્ટ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચની શરૂઆતમાં જ અર્જુન તેંડૂલકરે પોતાનો દમ બતાવવાની શરૂઆત કરી દીધી છે. આ મેચમાં અર્જુને ભારતીય ટીમને શરૂઆતમાં જ સફળતા અપાવી દીધી છે. અંડર-૧૯ ટીમના કેપ્ટન અને વિકેટકિપર અનુજ રાવતે મેચની પ્રથમ ઓવર અર્જુન તેંડૂલકર પાસે નંખાવી હતી. જ્યારે બીજી ઓવર આકાશ પાંડેએ નાંખી હતી. શ્રીલંકા અંડર-૧૯ ટીમના કેપ્ટન નિપુણ ધનંજયએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
મેચની ત્રીજી અને પોતાની બીજી ઓવરની અંતિમ બોલ પર અર્જુન તેંડૂલકરને આ વિકેટ મળી હતી. શ્રીલંકાના કામિલ મિસારા અર્જુનનો શિકાર બન્યો. કામિલ મિસારા, અર્જુની શાનદાર બોલને સમજી શક્યો નહી અને ચકમો ખાઈ ગયો. અર્જુનની બોલ બેટ્‌સમેનના પેડના અંદરના ભાગે લાગી અને તેને એલબીડબ્લ્યૂ આપવામાં આવ્યો.