નવી દિલ્હી, તા.૧૪
મુખ્યમંત્રી મમતા બેનરજીને લોકસભા ચૂંટણી પહેલાં આંચકો આપનાર ઘટના બની છે. પ.બંગાળ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય અર્જુનસિંઘ પક્ષ છોડી ભાજપ સાથે જોડાયા છે.
અર્જુનસિંઘ ર૪ પારગના ભાટપારા મત વિસ્તારથી ચૂંટાયેલ ધારાસભ્ય છે.
દિનેશ ત્રિવેદીને લોકસભાની ટિકિટ અપાતા એ નારાજ હતા. બરાકપોરાથી દિનેશ ત્રિવેદીને ટિકિટ અપાઈ હતી પણ અર્જુનસિંઘ પોતે ત્યાંથી ચૂંટણી લડવા ઈચ્છતા હતા. બે દિવસ પહેલ ટીએમસીના પૂર્વ સાંસદ અનુપમ હઝરા પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય દુલાલ ચંદ્ર બાર અને ઝ્રઁસ્ના ધારાસભ્ય ખાગેન મુર્મુ પણ ભાજપ સાથે જોડાયા હતા. ભાજપ ઓફિસમાં મીડિયા સાથે વાતચીત કરતાં અર્જુનસિંઘે કહ્યું કે, પુલવામા ઉપર ત્રાસવાદી હુમલા પછી મમતાએ જે નિવેદન આપ્યું હતું એનાથી મને આંચકો લાગ્યો હતો. પુલવામામાં હુમલા પછી સૈન્યે હવાઈ હુમલો કર્યો એ હુમલામાં કેટલા ત્રાસવાદી માર્યા ગયા. મમતા એના પુરાવાઓ માગતી હતી. જે નેતાને રાષ્ટ્રહિત નથી એ પોતાના મતદારોનું ભલુ શું કરશે ?
૪ વખ સુધી ધારાસભ્ય રહી ચૂકેલ સિંઘ ભાજપ તરફે ત્રિવેદી સામે બરાકપોર બેઠકથી લોકસભા ચૂંટણી લડશે.
અર્જુનસિંઘે કહ્યું પહેલા ટીએમસી પક્ષ મા, મતી માનુષને પહેલ હતો પણ હવે ફક્ત પૈસા, પૈસા અને પૈસાનો પક્ષ રહી ગયો છે.