ભાવનગર,તા.૧૪
અમરેલી જિલ્લાના રાજુલા પંથકના વીસળિયા ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા પરેશભાઈ વીરાભાઈ બાંભણિયા (ઉ.વ.રર)ની ભાવનગર ખાતેની યુવતી સાથે સગાઈ હોય પરેશભાઈ પરિવાર અને સગા સ્નેહીઓ સાથે ભાવનગર આવ્યા હતા. પરેશભાઈની સગાઈ પ્રસંગ પૂર્ણ થતા પરેશભાઈનો પરિવાર ખાનગી વાહન દ્વારા વીસળિયા જવા રવાના થયા હતા. જયારે પરેશભાઈ કોઈ કામ સબબ ભાવનગર રોકાયા હતા અને કામ પુરૂ કરી બાઈક લઈ વીસળિયા જવા ભાવનગરથી રવાના થયા હતા. દરમ્યાન તળાજા-મહુવા રોડ પર મધર ન્યુટી કુડિયા કંપની પાસેથી પસાર થઈ રહેલા પરેશભાઈના બાઈક સાથે નવા નક્કોર પાવરપેક કંપનીના ટ્રેકટરના ચાલકે પરેશભાઈના બાઈકને અડફેટે લેતા પરેશભાઈને ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવની બગદાણા પોસઈએ તપાસ હાથ ધરી છે.
મહુવા પાસે સગાઈના દિવસે જ અકસ્માત નડતા આર્મીમેનનું મોત

Recent Comments