(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૫
આરોગ્ય વીભાગમા ૧૧માસના કરાર આધારીત કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સમાનકામ સમાન વેતન તથા નોકરીમા સુરક્ષા આપવાની માંગણી સાથે આજથી અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી જઈ આંદોલન શરૂ કર્યુ છે આજે સવારે આણંદના શાસ્ત્રી બાગ ખાતે કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વીરોધ પ્રદર્શન કર્યા બાદ કલેકટરને આવેદનપત્ર આપી કર્મચારીઓને ન્યાય આપવાની માંગ કરી હતી.
આરોગ્ય અને કલ્યાણ વીભાગમા જુદી જુદી જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારીત ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા છેલ્લા એક માસથી પોતાની વીવીધ માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજુઆતો કરવા છતાં રાજય સરકાર દ્વારા કોઈ પગલા ભરવામા નહી આવતા કરાર આધારીત ફરજ બજાવતા તમામ કર્મચારીઓ સરકાર દ્વારા જયાં સુધી પોતાની માંગણીઓ સંતોષવામા ન આવે ત્યા સુધી અચોકકસ મુદતની ગાંધીચીધ્યા માર્ગે હડતાળ પર ઉતરી ગયા છે આણંદ શહેરમા આજે સવારે શાસ્ત્રીબાગ ખાતે કરાર આધારીત કર્મચારી મંડળના નેજા હેઠળ તમામ કર્મચારીઓ એકત્ર થયા હતા જેમા મંડળના ઉપપ્રમુખ વીવેક સીદ્ધુ સહીત પદાધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા અને તેઓએ પોતાની માંગણીઓના સમર્થનમા સુત્રોચ્ચાર કરી વીરોધ પ્રદર્શન કર્યુ હતુ અને ત્યારબાદ જીલ્લા વીકાસ અધીકારી અને કલેકટરને આવેદનપત્ર આપ્યા હતા.