હરારે, તા.૩
ઓસ્ટ્રેલિયાના ટવેન્ટી-ર૦ કપ્તાન એરોન ફીન્ચે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રિકોણીય સિરીઝની ત્રીજી મેચમાં તોફાની બેટિંગ કરતાં ઈતિહાસ સર્જ્યો છે તેણે ટવેન્ટી-ર૦ ઈન્ટરનેશનલની સૌથી મોટી ઈનિંગ રમી. તેણે ફક્ત ૭૬ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૧૦ સિકસરની મદદથી ૧૭ર રનની ઈનિંગ રમી. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ માત્ર ૬૩ બોલમાં ૧પ૬ રનની ધુઆંધાર ઈનિંગ રમી હતી. હરારે ક્રિકેટ કલબમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ફિન્ચ અને શોર્ટ ૧૯.ર ઓવરમાં રર૩ રનની રેકોર્ડ ભાગીદારી કરી. આમાં શોર્ટ ફક્ત ૪૬ રન જ બનાવ્યા. ફ્રીન્ચે રર બોલમાં અર્ધ સદી પૂરી કરી જ્યારે સદી માટે પ૦ બોલ રમ્યો. સદી બાદ ફિન્ચ વધારે ખતરનાક બની ગયો. તેણે ૬૯ બોલમાં ૧પ૦ રન પૂરા કર્યા. ગેલ ઓવરઓલ ટવેન્ટી-ર૦માં પ્રથમ સ્થાને છે આઈપીએલ-ર૦૧૩માં બેંગ્લોર તરફથી રમતા તેમણે પૂણે સામે ૧૭પ રનની ઈનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે રર૯ રન બનાવ્યા હતા તેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ નિર્ધારીત ર૦ ઓવરમાં નવ વિકેટે ૧ર૯ રન જ બનાવી શકી. ઓસ્ટ્રેલિયાનો ૧૦૦ રને શાનદાર વિજય થયો છે.