(એજન્સી) પટના, તા.૫
બિહારમાં ત્યોહાર દરમિયાન ઉપવાસ કરી રહેલી એક મહિલા સાથે ગેંગરેપ કરવાનો અને તેનો વીડિયો વાયરલ કરવાના કિસ્સો સામે આવ્યો છે. મહિલા ગંગા નદીમાં સ્નાન કરી રહી હતી, તે દરમિયાન તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. ઘટના મોકામા ક્ષેત્રના જલગોવિંદ ગામની છે. કેસમાં એક આરોપી શિવપૂજન મહંતોની ધરપકડ કરાઈ છે, તે બસ ડ્રાઈવર છે. એક બદમાશ મહિલાનું શિયળ લૂંટતો રહ્યો, ત્યારે તેનો સાથી વીડિયો બનાવતો રહ્યો. પછી સાથીએ પણ પીડિતા સાથે રેપ કર્યો. ત્યારબાદ બદમાશોએ વીડિયો પણ વાયરલ કરી દીધો. મામલાની જાણ જ્યારે પટનાના ગ્રામીણ એસપી આનંદકુમારને થઈ તો તેમણે તાત્કાલિક એક્શન લઈને આરોપીની ઓળખાણ કરાવી અને પોતાની દેખરેખમાં કાર્યવાહી શરૂ કરી. ગ્રામીણ એસપીના એક્શનમાં આવ્યા પછી અથમલગોલા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પ્રભાત શરણે એક આરોપી શિવપૂજન મહતોની ધરપકડ કરી લીધી. તે પહેલા પણ ઘણી મહિલાઓ સાથે ક્રૂરતા આચરી ચૂક્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે વીડિયો બે દિવસ જૂનો હોવાની વાત કહી છે, પરંતુ વાયરલ વીડિયોમાં પીડિતા ઉપવાસ પર હોવાની અને છોડી દેવાની દુહાઈ આપતી જોવા મળી રહી છે. તે દરિંદાને ગંગામાની દુહાઈ પણ આપી રહી છે પરંતુ તે રાક્ષસો પર તેની વાતની કોઈ અસર ન થઈ. બીજા આરોપીનું નામ વિશાળ જણાવાઇ રહ્યું છે. તેની ધરપકડ માટે બિહાર પોલીસ છાપેમારી કરી રહી છે. વાયરલ વીડિયોમાં મહિલા આરોપીઓને પોતાના જિતિયા તહેવાર અને ગંગા મૈયાનાં સોગંદ આપતી જોવા મળે છે. જોકે, આરોપીઓ પર તેની કોઈ અસર થતી નથી. ઘટના સમયે મહિલા સ્નાન કરી રહી હતી. આ દરમિયાન એક આરોપી નગ્ન થઇને નદી નજીક આવ્યો. બીજા આરોપીને તેણે મહિલાને બહાર કાઢવા માટે જણાવ્યું. આરોપીએ મહિલાને ગાળો આપી અને શાંત રહેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઘાટના કિનારે મહિલા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો.