રાજસમંદ, તા. ૮
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં ઘાતકી હત્યાના આરોપી શંભૂલાલની પત્ની સીતા રાયગર પોતાના પતિની સાથે રહેવાનો પશ્ચાતાપ કરી રહી છે. એક દિવસ પહેલા શંભૂએ પ્રવાસી મજૂર મોહમ્મદ અફરાજુલની હત્યા કરી તેના શરીરને સળગાવી દીધો અને આ ઘટનાનો વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો. તેના ૧૪ વર્ષના ભત્રીજા દ્વારા આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો પરંતુ આ વીડિયો અંગે સીતા પાસે કોઇ જવાબ નથી. સીતાએ કહ્યું કે, હું નથી જાણતી કે તેણે આવું કેમ કર્યુ, મારા પતિ પાસે નોકરી નહોતી. તે આખો દિવસ મારિજુઆનાનું ધુમ્રપાન કરતો હતો અને માર્ગો પર ફરતો હતો. પરંતુ મેં એવું વિચાર્યંુ નહોતું કે, તે કોઇની હત્યા કરી દેશે. રાયગર પોતાના ભત્રીજા અને ૧૨ વર્ષની દિકરીની હત્યા બાદ ફરાર હતો તેને ગુરૂવારે સવારે તેના સગાને ત્યાંથી પકડી પાડવામાં આવ્યો હતો. ઉદેપુરના પોલીસ મહાનિર્દેશક આનંદ શ્રાવાસ્તવે કહ્યું કે, તેના ભત્રીજાને પણ હિરાસતમાં લઇ લેવામાં આવ્યો છે. સીતાએ દાવો કર્યો છે કે, ત્રણ બાળકોનો પિતા રાયગર અસ્થિર મગજનો છે અને બુધવારે સવારે ઘર છોડ્યા બાદ તે ક્યાં હતો તેની કોઇ જાણ નહોતી. જોકે, આઇજી શ્રાવાસ્તવે કહ્યું છે કે, પ્રાથમિકતપાસમાં એવું ક્યાંય જણાતું નથી કે, રાયગર માનસિક રીતે અસ્થિર છે. હાલ એવું નથી લાગતું કે, રાયગર નશો કરતો હતો. એક વર્ષ પહેલા તે પથ્થરનો સફળ વેપારી હતો. અમે તેના સગીર ભત્રીજાને પણ હિરાસતમાં લીધો છે કારણ કે, તે વીડિયો બનાવી રહ્યો હતો.
પોલીસ હાલ હત્યાનો ઇરાજો જાણવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અફરાજુલના પરિવારે દાવો કર્યો છે કે, કેટલાક વર્ષ પહેલા પશ્ચિમ બંગાળનો એક મુસ્લિમ વ્યક્તિ અમારા વિસ્તારમાંથી એક હિંદુ યુવતીને ભગાડીને લઇ ગયો હતો. રાયગરની બહેને કહ્યું કે, આ વ્યક્તિ અફરાજુલનો સહયોગી હતો તેની માતાએ મારા ભાઇને યુવતીને પરત લાવવા કહ્યું હતું અને તે યુવતીને પરત લઇ આવ્યો ત્યારબાદથી તેને ધમકીઓ મળી રહી હતી. ધરપકડ બાદ રાયગરે દાવો કર્યો હતો કે, તેણે એ માટે હત્યા કરી કેમ કે, તે અમારી કોલોનીમાંથી એક યુવતીને ભગાડીને લઇ ગયો હતો. મેં યુવતીના પરિવારની મદદ કરી હતી જે બાદ મને મોતની ધમકી મળી હતી. હું બાળપણથી આ યુવતીને ઓળખું છું કારણ કે, તેની સાથે મારા ભાઇ ભણતા હતા અને મને ધમકી અપાઇ હતી કે, મારે મરવું પડશે.પરંતુ અફરાજુલના પિતરાઇ ભાઇએ આવી કોઇ ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો હતો અને તમામ આરોપોને નિરાધાર ગણાવ્યા હતા. આટલા વર્ષો પછી તેના પર આરોપ કેમ લગાવાયો.