ભાવનગર, તા.પ
ભાવનગર ઘનશ્યામભાઇ દલપતરાય ત્રીવેદી તારીખ ૦૩/૧૦/૨૦૧૮ ના સાંજના સમયે પોતાનુ એકસેસ સ્કુટર લઇને આનંદનગર પોતાના સબંધીના ઘરે જતા હતા ત્યારે તિલકનગર પાસે પહોચતા પોતાનું સ્કૂટર બે અજાણ્યા ઇસમો આશરે ૨૨ થી ૨૪ વરસના અડી જતા જેઓની બટેકા ભુંગળાની ડીસ નીચે પડી જતા પ્રથમ પોતાની પાસે ડીસ ઢોળાય ગયેલ તેના ૧૦૦ રૂપિયા માંગેલ બાદમાં પોતાના સ્કૂટરમાં પોતાને વચ્ચે બેસાડી ભાવનગરમાં જુદી-જુદી જગ્યાએ લઇ જઇ છેલ્લે વિકટોરિયા પાર્કની પાછળ બોરતળાવ પાસે નિર્જન જગ્યાએ લઇ જઇ પોતે સોનાનો ચેઇન તથા મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા ૭૦૦૦/-ની લૂંટ કરી બંને જણા ભાગી ગયેલ છે તેવી ફરિયાદ કરતા ઘોઘારોડ પો.સ્ટે.માં ગુનો રજિસ્ટર થયેલ જે આગળની તપાસ ઘોઘારોડ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર જી.કે. ઇશરાણી નાઓ ચલાવી રહ્યા છે. ત્યાર બાદ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા સ્ટાફના માણસો બાતમી રાહે હકિકત મળેલ કે, ઉપરોકત અપહરણ, લૂંટ કરનાર ઇસમો આનંદનગર વિમાના દવાખાના પાસે ઉભા છે. જેથી તુરંત જ બાતમી વાળી જગ્યાએ સ્ટાફના માણસો સાથે જઇ અપહરણ તથા લૂંટ કરનાર ઇસમો સરફરાજ ઉર્ફે ઇમરાન ઉર્ફે સફુ ઇસ્માઇલભાઇ કુરેશી ઉ.વ. રર, નિલેષભાઇ બળવંતભાઇ વ્યાસ ઉ.વ.૧૯ પકડી પાડી તેઓની પાસેથી લૂંટમાં ગયેલ સોનાનો ચેઇન કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા રોકડ રૂપિયા ૨૭૫૦/- મળી કુલ કિ.રૂ. ૨૭,૭૫૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. જેઓના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.