અંકલેશ્વર,તા.૬
અંક્લેશ્વર તાલુકાના ખરોડ ગામના યુવાનને નહેરમાં ડુબાડી હત્યા કરનાર હત્યારાને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. પાનોલીની એક કેમિકલ કંપની નજીક ગત ૨૭મી મેના રોજ ખરોડના યુવાનનું ડૂબી જવાના મામલામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર નાપાનોલી- ઉમરવાડા ફાટક પાસે એક કંપનીની બાજુમાંઆવેલ નહેરમાં ગત ૨૭મી મેના રોજ ખરોડનો ૧૮ વર્ષીય ઇસ્માઇલ બેરાને ગામનાજ રીક્ષા ચાલાક અફઝલ અહમદ ઇશાક એક કંપની પાસે આવેલ નહેર પર લઇ ગયો હતો. જ્યાં ઇસ્માઇલ બેરાને ને તારો રોઝો છે તું અહીં નાઈ લે તેમ અફઝલે આગ્રહ કર્યો હતો. જેને લઇ ઇસ્માઇલ કપડાં કાઢી નહેરમાં હાથપગ ધોઈ રહ્યો હતો. ત્યારે તેને અફઝલે લાત મારી નહેરમાં નાખી દીધો હતો. અને તેની હત્યા કરી નાખી હતી. આ અંગે મૃતકના પિતા યુનુસ બેરા દ્વારા તાલુકા પોલીસ મથકે તેના મિત્રએ જણાવેલ હકીકત ના આધારે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં છેલ્લા ૩ દિવસથી ફરાર રીક્ષા ચાલક અફઝલ અહમદ ઇશાકને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની વધુ પૂછપરછ પી.આઈ. બી.એલ.વડુકર આરંભી હતી.