(એજન્સી) તા.૧૯
જો તમે બેબી ફિલ્મ જોઈ હશે તો તમને અક્ષય કુમારનું કેરેક્ટર યાદ હશે. જે આતંકીને સાઉદી જઈને પકડે છે અને ભારત લઈ આવે છે. તે ફિલ્મ હતી પણ આવી જ એક સાચી ઘટના કેરળમાં બની છે. કોલ્લમ પોલીસ કમિશનર મેરિન જોસેફ રિયાદ, સાઉદી અરબથી સુનીલ કુમાર ભદ્રનને પકડી લાવી જેના પર એક ૧૩ વર્ષની બાળકી સાથે રેપનો આરોપ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુનીલ કુમાર કોલ્લમનો રહેવાસી છે પરંતુ સાઉદી અરબમાં એક ટાઈલ ફેક્ટ્રીમાં કામ કરે છે. ૨૦૧૭માં તે રજાઓ માટે કેરળ આવ્યો હતો. તે જ સમયે તેણે પોતાના મિત્રની ૧૩ વર્ષની ભત્રીજીનું શારિરીક શોષણ કર્યું હતું.
બાળકીએ થોડી દિવસો બાદ પોતાના પરિવારને શોષણની વાત જણાવી. પરિવાર પોલીસની પાસે ગયો. પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી ત્યાં સુધી સુનીલ દેશની બહાર જતો રહ્યો હતો. અહીં બાળકીએ જૂન ૨૦૧૭માં આત્મહત્યા કરી લીધી હતી. તેના મામાએ પરિવારને સુનીલ કુમાર વિશે જણાવ્યું અને પોતે પણ સુસાઈડ કરી લીધું.
મેરિન જોસેફે જૂન ૨૦૧૯માં કોલ્લમ કમિશનરનો ચાર્જ સંભાળ્યા બાદ મહિલાઓ અને બાળકીઓ સાથે જોડાયેલા અપરાધોની લિસ્ટ મંગાવી. તેમને આ કેસ વિશે જાણવા મળ્યું કે ૨ વર્ષ પહેલા ઈન્ટરપોલ નોટિસ ઈશ્યુ કરવામાં આવી ચૂકી છે, લોકોમાં આ કેસને લઈને ભારે રોષ છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.
૨૦૧૦માં તત્કાલીન ભારતીય પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને સઉદી કિંગ અબ્દુલ્લાએ એક પ્રત્યર્પણ સમજોતા પર સાઈન કર્યા હતા. જેનો ઉપયોગ કરતા મેરિન ગયા રવિવારે સાઉદી ગયા. ઘણી દસ્તાવેજી કાર્યવાહી બાદ મેરિન આરોપીને ભારત લઈને આવ્યા. આ પહેલાના આઈપીએસ ઓફિસરો પોતાના જુનિયરને મોકલી દેતા હતા પરંતુ પોતે ન હતા જતા. ત્યાં ગયા બાદ ખબર પડી કે સુનીલ કુમાર સઉદીની જેલમાં છે. તે પહેલો આરોપી છે જેને કેરળમાં કોઈ ક્રાઈમના આરોપાં પાછો લાવવામાં આવ્યો છે.