નવી દિલ્હી,તા. ૧૮
ઇન્ફોસિસના સંસ્થાપક અને પૂર્વ ચેરમેન એનઆર નારાયણ મૂર્તિ જણાવ્યું હતું કે, તેઓ કંપની બોર્ડ તરફથી લગાવાયેલા તમામ આરોપોનો યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએથી જવાબ આપશે. તેમણે જણાવ્યું હતું કે, આવા આરોપોનો ઉતાવળમાં જવાબ આપવો તેમના સન્માનની વિરૂદ્ધ હશે. મૂર્તિએ જણાવ્યંુ કે, હું વર્ષ ૨૦૧૪માં પોતે જ ઇન્ફોસિસમાંથી ખસી ગયો હતો. ત્યારે મેં મારા પરિવાર અને બાળકો વિશે વિચાર્યું નહોતું. બોર્ડના ઓરાપો અંગે મૂર્તિએ જણાવ્યંુ હતું કે, આવા આરોપોનો જવાબ આપવો મારા સન્માનની વિરૂદ્ધ છે.
વિશાલ સિક્કાએ ઇન્ફોસિસના મેનેજર પદેથી રાજીનામંુ આપતા જણાવ્યંુ હતું કે, તેઓ બોર્ડના નિર્ણય અને પોતાના પર લાગેલા આરોપોથી દુઃખી છે. તેમનેે ઇન્ફોસિસના સીઇઓ તરીકે મેળવેલી સિદ્ધીઓ પર ગર્વ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમના રાજીનામાથી કંપનીને કોઇ ફેર પડશે નહીં. સિક્કાએ જણાવ્યું કે, મેં ઇન્ફોસિસ છોડી નથી. હું ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી અથવા ત્યાં સુધી બધું યોગ્ય રીતે ગોઠવાઇ ન જાય ત્યાં સુધી એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન તરીકે છું. તેમણે કહ્યું કે, રાજીવ બંસલનો મુદ્દો વારંવાર ઉઠાવાયો હતો તેનાથી તેમણે ઘણો આઘાત લાગ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આવા આરોપોથી કંપનીની મુલ્યો પર ઘેરી અસર પડે છે. તેમણે ક્હ્યું કે, કંપનીમાં સંચાલનનંું સ્તર ઘણું નીચે આવી ગયું છે.