કુંઢેલી,તા.ર૭
રક્ષાબંધનના દિવસે માર્ગ અકસ્માતમાં સુરતના પલસાણા તાલુકા નજીક કારમાં મુસાફરી કરી રહેલા લોકો પૈકી ૧૦ મુસાફરોના દુઃખદ મૃત્યુ થયા હતા. આ તમામ લોકોના સ્વજનોને શ્રી ચિત્રકુટ ધામ દ્વારા પ્રત્યેક મૃતકને રૂા. પાંચ હજારની સહાય મોરારીબાપુએ મોકલવા જણાવ્યું છે. જેની કુલ રાશી રૂા. પચાસ હજાર થવા જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ હતભાગી મૃતકો દેશના અન્ય રાજયના નિવાસીઓ હોઈ તેમના કુટુંબીજનોની માહિતી મેળવવામાં આવી રહી છે. એ વિગત ઉપલબ્ધ થશે એ પ્રમાણે જે તે મૃતકના સ્વજનોને આ સહાય પહોંચાડવામાં આવશે. મોરારીબાપુએ મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે.