(એજન્સી) મુંબઈ, તા.૧૯
કબીરખાન એક ફિલ્મ નિર્દેશક છે અને રાજકીય વિષયો ઉપર ફિલ્મો બનાવવા માટે પણ જાણીતા છે. એમનું કહેવું છે કે, સાંસ્કૃતિક સંસ્થાઓ જેમ કે, ફિલ્મ ઉદ્યોગો આજની પરિસ્થિતિમાં પોતાનો વિરોધ વ્યક્ત કરવા આગળ આવવું જોઈએ. એમણે કહ્યું જેમ-જેમ વધુ લોકો વિરોધ કરવા બહાર આવશે તેમ-તેમ વિરોધ કરનારાઓની નોંધ લેવાશે. એમણે કહ્યું કે, ફિલ્મ, ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ અભિપ્રાયોનું સર્જન કરનારાઓ છે. એમણે બહાર આવી પોતાનો વિરોધ વ્યક્ત કરવો જોઈએ. અંગત રીતે જ્યારે ખોટું થઈ રહ્યું હોય અને જો હું ચુપ રહું તો એ વાત મને ખૂંચે છે પણ આ તબક્કે લોકોને ભય પણ હોય છે કે, જો કંઈક વધુ બોલશે તો શાસકો એમના માટે મુશ્કેલી ઊભી કરશે. બજરંગી ભાઈજાનના નિર્દેશકે કહ્યું કે, આપણે અમેરિકાથી શીખવું જોઈએ. જ્યાં રાષ્ટ્રપતિના વિરોધમાં ખુલ્લેઆમ લોકો વિરોધો કરી રહ્યા છે. જેમાં હોલીવુડના કલાકારો અને નિર્દેશકો પણ સામેલ છે. આપણા દેશમાં આમ કેમ નહીં થઈ શકે ? જ્યારે ખોટું થઈ રહ્યું હોય ત્યારે વધુમાં વધુ લોકોએ વિરોધ વ્યક્ત કરવો જોઈએ. મારા મતે આમાં કંઈ ખોટું નથી. પત્રકારોની ધોળે દહાડે હત્યા કરાય છે. ગાય અને બીફના નામે મુસ્લિમ કોમ સામે અત્યાચારો કરાય છે એ હકીકત છે કે, મુસ્લિમ કોમ દેશના ભયનો અનુભવ કરી રહી છે. જ્યારે એમને પૂછાયું કે, શું તમે પણ ભય અનુભવ કરો છો ? ત્યારે હકારમાં ઉત્તર આપતા કહ્યું કે, અમારી પરિસ્થિતિ જો કે વિશેષ છે પણ હું મારા કરતા અન્ય લોકો પ્રત્યે વધુ ચિંતા ધરાવું છું. જે લોકો પરિસ્થિતિઓનો ભોગ બની રહ્યા છે. દેશની સામાજિક પરિસ્થિતિ બગડી રહી છે જેથી સામાજિક તાણાવાણાં ખોરવાઈ જવાનો ભય છે. જે ખૂબ જ દુઃખદ છે. આ કોણ કરી રહ્યું છેે અને શા માટે કરી રહ્યું છે ? એ મહત્ત્વનું નથી પણ જરૂરી એ છે કે, આ બાબતે લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ. જેથી અન્ય લોકો જાગૃત થાય જેથી એ નહીં થાય ખાને કહ્યું કે, હાલની આર્થિક પરિસ્થિતિ બાબત એટલી ચિંતા કરવા જેવી નથી પણ જે બિનસાંપ્રદાયિક સમાજ વિખેરાઈ રહ્યો છે એની ચિંતા વધુ છે. લોકો આર્થિક બાબતે અને વિકાસ બાબતે ચર્ચાઓ કરે છે પણ મારા મત આ ગૌણ મુદ્દાઓ છે. આર્થિક બાબતો ઉપર નીચે થયા કરશે પણ જો સામાજિક જીવન એક વખત ખોરવાઈ જશે તો એ પાછું મેળવી શકાશે નહીં. જે માટે પડકારો છે એ બાબતે અમે ખાસ ધ્યાન જ નથી આપતા એમણે કહ્યું કે, વધુ પ્રમાણમાં લોકો બહાર આવતા નથી અને પોતાનો અવાજ ઉઠાવતા નથી લોકોની ચૂપકીદી મને ખૂંચે છે. એમણે પત્રકાર ગૌરી લંકેશની હત્યાની પણ નિંદા કરી હતી. દેશના બધા નાગરિકોએ વિરોધ નોંધાવવાની જવાબદારી ઉપાડી લેવી જોઈએ.
અર્થવ્યવસ્થા કરતા ભારતના સામાજિક જીવનના તાણાવાણા ખોરવાઈ જવાની ચિંતા મને વધુ છે : કબીરખાન

Recent Comments