(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ ઇમરજન્સીને લઇ હિટલર અને ઇન્દિરા ગાંધીની સરખામણી કરી છે. જેટલીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, એવું લાગે છે કે, ઇમરજન્સીની સ્ક્રીપ્ટ ૧૯૩૩ના નાઝી જર્મનીથી પ્રેરિત રહી છે. હિટલર અને ઇન્દિરા બંને દેશ માટે ખતરો હોવાનો ઉલ્લેખ કરતા સરમુખત્યારશાહી થોપી અને આ માટે બંધારણ રદ કરવામાં આવ્યું નહોતું. જેનો ઉપયોગ કરવામાં આવ્યો. બંનેએ વિપક્ષી નેતાઓની ધરપકડ કરાવી, બંનેએ પ્રેસ સેન્સરશીપ લાગુ કરી. તેમણ લખ્યું કે, ઇન્દિરા એ માટે આગળ નીકળી ગયા કે, તેમણે પોતાની સરમુખત્યારશાહીને વંશવાદમાં બદલી નાખી હતી જે હિટલરે કર્યું નહોતું.
૨૫ અને ૨૬ જૂન ૧૯૭૫ની રાતે ઇમરજન્સીના આદેશ પર રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદના હસ્તાક્ષર સાથે દેશમાં ઇમરજન્સી લાગુ થઇ ગઇ હતી. બીજા દિવસે સવારે સમગ્ર દેશે રેડિયો પર ઇન્દિરા ગાંધીના અવાજમાં સંદેશ સાંભળ્યો કે ભાઇઓ અને બહેનો, રાષ્ટ્રપતિજીએ ઇમરજન્સીની જાહેરાત કરી છે પણ તેનાથી ડરવાની જરૂર નથી. ભાજપ નેતાએ કહ્યું કે, ગાંધીએ કલમ ૩૫૨ અંતર્ગત ઇમરજન્સી લાગુ કરી હતી, કલમ ૩૫૯ અંતર્ગત મૌલિક અધિકારો રદ કર્યા હતા અને દાવો કર્યો હતો કે, વિપક્ષે અવ્યવસ્થા ઊભી કરવાની યોજના બનાવી હતી. તેમણે કહ્યું કે, હિટલરના મોટાભાગના સાંસદોની ધરપકડ કરવામાં આવી હતી, ઇન્દિરાએ પણ મોટાભાગના સાંસદોની ધરપકડ કરાવી હતી અને તેમની ગેરહાજરીમાં બે તૃતિયાંશ બહુમત સાબિત કરીને બંધારણમાં સંશોધન કરાવી લીધા હતા.
અરૂણ જેટલીએ કહ્યું કે, ૪૨ સંશોધન દ્વારા હાઇકોર્ટોના રિટ પીટિશન જારી કરવાના અધિકારને નબળો પડાયો. આંબેડકરે આ શક્તિને બંધારણની શક્તિ ગણાવી હતી. આ ઉપરાંત ઇન્દિરાએ કલમ ૩૬૮માં પણ ફેરફાર કર્યા હતા જેથી બંધારણમાં કરાયેલા ફેરફારની સમીક્ષા ના થઇ શકે. એવી ઘણી બધી બાબત હતી જે હિટલરે નહોતી કરી પણ ઇન્દિરાએ કરી હતી. જેટલીએ કહ્યું કે, તેમણે સંસદીય કાર્યવાહીના મીડિયા પ્રકાશન પર પણ રોક લગાવી દીધી હતી. જે કાયદાએ મીડિયાને સંસદીય કાર્યવાહીને પ્રકાશિત કરવાનો અધિકાર આપ્યો તેને ફિરોઝ ગાંધી ખરડાના નામથી ઓળખવામાં આવતો હતો. ગાંધીએ બંધારણ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ સુધી ફેરફાર કરી નાખ્યા હતા. સંશોધન દ્વારા પ્રધાનમંત્રીની પસંદગીને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. જેનાથી ઇન્દિરાની ગેરકાયદે પસંદગીને કાયદા અંતર્ગત યોગ્ય ઠરાવી શકાય. ઇમરજન્સી દરમિયાન બંધારણમાં કરાયેલા સંશોધનોને જનતા પાર્ટીની સરકારે રદ કર્યા હતા.