ભરૂચ, તા.૬
વાગરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાના ચૂંટણી પ્રચાર સાહિત્યમાં વાગરા વિધાનસભાના ગામો દીઠ કરોડો રૂપિયાના કામો કર્યા હોવાનો દાવો કર્યો છે. જો કે ગામે ગામ આ પ્રચાર સાહિત્યને પગલે પંચાયત સત્તાધીશો અને જાગૃત ગ્રામજનો અચંબા સાથે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
વાગરા વિધાનસભાના ૧૬૮ જેટલા ગામોમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અરૂણસિંહ રણાએ પ્રચાર સાહિત્યમાં પત્રિકા અને બુકલેટ બનાવી ગામે-ગામ વિતરણ કરાવી હતી જેમાં ગામ દીઠ લાખો રૂપિયાના વિકાસ કામો ધારાસભ્યો તરીકે કર્યાના દાવા કરાયા છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે ગ્રામ પંચાયતના દફતરે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નહીં થયેલા કામો પણ તેમાં ધારાસભ્યએ કર્યાના દાવા કરાયા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યોની ગ્રાન્ટો, આયોજન મંડળની ગ્રાન્ટો અને એટીવીટી સહિત ગ્રામ પંચાયતોના સ્વભંડોળમાંથી થયેલ કામો પણ ધારાસભ્યોએ પોતે કરાવેલા હોવાનો જુઠ્ઠો પ્રચાર કરી ગ્રામ્ય પ્રજાને મૂર્ખ બનાવવાનો નિર્મમ પ્રયાસ કર્યો હોવાની લોકોને પ્રતિતી થતા ભારે રોષ વ્યાપવા પામ્યો છે.
અરૂણસિંહ રણા દ્વારા પ્રચાર સાહિત્યમાં જૂઠ્ઠાણા ચલાવાતાં ગ્રામજનોમાં આક્રોશ

Recent Comments