(એજન્સી) નોઈડા, તા. ૧૨
આરૂષી-હેમરાજ ડબલ મર્ડર કેસમાં અત્યાર સુધીમાં અનેક વળાંક, ઉલટફેર આવ્યાં છે. આ કેસમાં તલવાર દંપતિને દોષી ઠેરવવામાં આવ્યા હોવા છતાં પણ હજુ પણ આ કેસ રાષ્ટ્ર માટે એક રહસ્યમયી કોયડા સમાન રહ્યો છે.
૧૧ વર્ષ જૂના કેસમાં જાણવા જેવી ૧૦ વાતો
૧. ૧૬મી મે ૨૦૦૮ : ડેનિસ્ટ દંપતિની પુત્રી આરૂષિ નોયડામાં જલવાયુ વિહારમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનું ગળુ કપાયેલુ હતુ. નોઈડાની વિશ્વવિખ્યાત દિલ્હી પબ્લિક સ્કૂલમાં ભણતી આરૂષિનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આરૂષિની હત્યા સમયે ઘરેલુ નોકર હેમરાજ ઘરમાં હાજર હોવાનું મનાઈ રહ્યું છે.
૨. બીજો મૃતદેહ મળ્યો : ૧૭મી મે ૨૦૦૮ ના દિવસે નોકર હેમરાજનો મૃતદેહ પણ તલવારના ઘરની છત પર મળી આવ્યો હતો. આરૂષિની હત્યા સમયે ઘરેલુ નોકર હેમરાજ ઘરમાં હાજર હોવાનું મનાઈ રહ્યું છે. આરૂષિની હત્યાનો પહેલો શક હેમરાજ પર આવ્યો હતો પરંતુ હેમરાજનું શબ તલવાર દંપતિના મકાનની છત પરથી મળી આવતાં આ કેસ વધારે રહસ્યમયી બન્યો.
૩. પોલીસનું બયાન : પોલીસે એવું કહ્યું કે તલવાર દંપતિએ આરૂષિ અને હેમરાજને બેડરૂમમાં વાંધાજનક હાલતમાં જોઈ લીધાં હતા. આ જોઈને રાજેશ તલવારનું મગજ છટક્યું હતું અને તેમણે ગુસ્સામાં આવીને બન્નેની હત્યા કરી નાખી હતી.
૪. પોલીસ પર આલોચના : આ કેસમાં પોલીસ પર ઢીલી ગતિએ તપાસ કરતી હોવાનો આક્ષેપ થયો હતો. તેમ ઉપરાંત પોલીસ મહત્વના પુરાવાઓ એકત્ર કરવામાં નિષ્ફળ નીવડી હતી.
૫. સીબીઆઈ કેસ સંભાળ્યો પરંતુ તેણે પણ કેસને ગૂંચવી નાખ્યો. તત્કાલિન મુખ્યમંત્રી માયાવતીએ આ કેસ સીબીઆઈને સોંપી દીધો હતો.
૬. સીબીઆઈ આરોપીઓ સામેનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ રહી હતી. સીબીઆઇએ તલવાર દંપતિના નાર્કો ટેસ્ટ માટે અપીલ કરી હતી.
૭. ખૂનમાં વપરાયેલું હથિયાર પણ ગુમ હતું. જે ગોલ્ફ ક્લબ સ્ટીકથી રાજેશ તલવારે આરૂષિની હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે તે ગુમ હતું.
૮. આરૂષિ-હેમરાજ બેવડા ખૂન પર અત્યાર સુધીમાં બે બૂક લખાઈ છે અને એક ફિલ્મ બની છે.
૯. કેસની વિગતો અનુસાર ૧૫ મે ની રાતે રાજેશ તલવારે પુત્રી આરૂષિના બેડરૂમમાંથી અવાજ સાંભળ્યો જ્યારે તલવારે આરૂષિના બેડરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેમણે આરૂષિ-હેમરાજને બેડ પર વાંધાજનક હાલતમાં જોયા હતા. આ જોઈને તેમણે ગુસ્સાથી બન્નેની કતલ કરી નાખી હતી.
૧૦. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ૨૦૧૩ માં તલવાર દંપતિને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. પરંતુ હવે અલ્હાબાદ હાઈકોર્ટે તેમને પુરાવાને અભાવે નિર્દોષ જાહેર કર્યાં.
આરૂષી-હેમરાજ ડબલ મર્ડર : વળાંક, ઉલટફેર અને રહસ્યમય કેસ, જાણવા જેવી વાતો

Recent Comments