(એજન્સી) તા.ર૦
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું હતું કે, લોકો ભાજપથી નાખુશ છે અને ર૦૧૯ની ચૂંટણીમાં તેને મોટો આંચકો લાગશે. આપ પ્રમુખે આ પણ કહ્યું હતું કે દિલ્હી સરકારના કાર્યોમાં વિધ્નો લાવવા બદલ લોકો ભાજપથી નારાજ છે. કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, લોકો ભાજપના સાંસદોથી ઘણા નારાજ છે. લોકો આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારથી ઘણા ખુશ છે. આ ઉપરાંત લોકો ભાજપથી આ વાત પર પણ ઘણા નાખુશ છે કે, તે દિલ્હી સરકારના કાર્યોમાં વિધ્નો ઉત્પન્ન કરે છે. ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને દિલ્હીમાં મોટો આંચકો લાગશે.