(એજન્સી) તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે લોકોને મનમોહનસિંહ જેવા શિક્ષિત વડાપ્રધાનની ખોટ સાલે છે. તેમણે કહ્યું હતું કે, લોકોને ડો.મનમોહનસિંહ જેવા શિક્ષિત વડાપ્રધાનની ખોટ સાલે છે. વડાપ્રધાન શિક્ષિત હોવા જ જોઈએ. લોકો હવે આ વાત સમજી ગયા છે કે વડાપ્રધાન શિક્ષિત હોવા જ જોઈએ. આ સાથે કેજરીવાલે પ્રતિષ્ઠિત વોલ સ્ટ્રીટ જનેલમાં રૂપિયાના અવમૂલ્યન વિશે પ્રકાશિત થયેલો અહેવાલ પણ પોસ્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય સભ્યોએ આ પહેલાં પણ વડાપ્રધાન મોદીની શૈક્ષણિક લાયકાત વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા.