(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૧
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે રવિવારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર પર ધર્મ અને જાતિના આધારે લોકો વચ્ચે ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરની મેયર પદની ચૂંટણીમાં જાતિના આધારે મત માંગવામાં આવ્યા હતા. હરિયાણામાં આપની હોસ્પિટલ અને સ્કૂલ રેલીમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, ર૦૧૬માં જાટ અને બિન જાટ વચ્ચે ભાગલા પાડવામાં આવ્યા અને હવે તેઓ પંજાબી અને બિન પંજાબીના નામે લોકોને વહેંચવા માંગે છે. અખબારોમાં જાહેરાત આપી કરવાલના મેયર પદના ભાજપના ઉમેદવાર માટે પંજાબના નામે મત માંગવામાં આવી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, પાકિસ્તાન ૧૯૪૭થી ભારતમાં ભાગલા ઈચ્છે છે, લોકોને ધર્મ અને જાતિના આધારે વહેંચી ભાજપ પાડોશી દેશનું કામ સરળ કરી રહ્યું છે.