નવી દિલ્હી, તા.૧૪
દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલે જણાવ્યું છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા કોંગ્રેસે લગભગ ‘ના’ જ પાડી દીધી છે.
કેજરીવાલ દ્વારા યોજાયેલી રેલી પછી શરદ પવાર દ્વારા યોજાયેલ મીટિંગમાં અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પણ ગયા હતા.
કેજરીવાલે કહ્યું અમે બધા દેશ માટે ચિંતિત છીએ, જેથી અમે ગઠબંધન કરવા આતુર છીએ. કોંગ્રેસે ગઠબંધન માટે લગભગ ‘ના’ જ પાડી છે.
એમને પૂછાયું કે શું આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વધુ આતુર છો. એમણે કહ્યું ત્રિપાંખિયા જંગમાં ભાજપને ફાયદો થશે.
વિપક્ષો મોદી અને ભાજપને હટાવવા ચૂંટણી પહેલા ગઠબંધન કરવા નિર્ણય કરી રહ્યાં છે.