નવી દિલ્હી,તા.૨૦
ભાજપના ’મૈં ભી ચોકડીદાર’ ઝુંબેશ પર વાંધો ઉઠાવતા આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું હતું કે જો લોકો તેમના બાળકોને ચોકીદાર બનાવવા માંગતા હોય તો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવો જોઈએ. અને જો તેઓ સારૂં શિક્ષણ ઇચ્છતા હોય, તો તેમણે આમ આદમી પાર્ટીને મત આપવો જોઈએ. હિન્દીમાં કરવામાં આવેલી એક ટ્‌વીટમાં કેજરીવાલે કહ્યું કે મોદી ઇચ્છે છે કે આખો દેશ ચોકીદાર બનવા પ્રયાસ કરે.
તેમણે કહ્યું કે જો લોકો તેમના બાળકોને ચોકીદાર બનવા માગે છે તો તેમને મોદી માટે મત આપવો જોઈએ. પરંતુ જો તેઓ ઇચ્છે છે કે તેમના બાળકને સારૂં શિક્ષણ મળી શકે અને તેમના બાળકો ડૉક્ટર, એન્જિનિયર અથવા વકીલ બની શકે તો તેમને આપને મત આપવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે શનિવારે મોદીએ તેમના સમર્થકોને ’મૈં ભી ચોકદાર’ વચન લેવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તેઓ કલ્યાણ તેમજ સામાજિક દુષ્કૃત્યો સામે લડતમાં એકલા નથી. ત્યારથી ભાજપ વડાપ્રધાન અને અન્ય પાર્ટીના નેતાઓ સહિત ’મૈં ભી ચોકીદાર’ ઝુંબેશને આગળ ધપાવવા પ્રયાસ કરી રહ્યું છે, જેમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે. પાર્ટીના આ તમામ નેતાઓએ તેમના ટિ્‌વટર પ્રોફાઇલ્સમાં તેમના નામની આગળ ‘ચોકીદાર’ શબ્દનો ઉપયોગ કરી લોકસભા ચૂંટણીમાં જનતાનો સાથ મેળવવાની માંગ કરી છે.