(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
રાજધાની દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે ડ્રીમ પ્રોજેક્ટ ડોરસ્ટેપ ડિલિવરી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના શરૂ થતાં જ લોકો પોતાની ઈચ્છા અનુસાર પોતાના ફ્રી સમયમાં ઘરે બેઠા જન્મ અને જાતિ પ્રમાણપત્ર, રેશનિંગ કાર્ડ જેવા દસ્તાવેજો બનાવી શકે છે. તેમને કોઈપણ કાર્યાલયમાં જવાની જરૂર નહીં પડે. આ માટે તેમણે પ૦ રૂપિયા આપવા પડશે. જો કે, આ સેવાઓની હોમ ડિલિવરી આપને કેવી રીતે મળી શકે છે તે અંગે લોકોને કોઈ જાણકારી નથી, પરંતુ અહીં કેટલીક જાણકારી આપવામાં આવી છે. આ માટે કંપનીએ એક કોલ સેન્ટર બનાવ્યું છે. જો કોઈને જાતિનું પ્રમાણપત્ર, પાણીનું નવું કનેક્શન, ઈન્કમ સર્ટીફિકેટ, ડ્રાઈવિંગ લાયસન્સ, રેશનિંગ કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર, આરસીમાં સરનામું બદલાવવું વગેરે જેવી બાબતો માટે તેમણે કોલ સેન્ટર પર ફોન કરીને પોતાની વિગતો આપવાની રહેશે. ત્યારબાદ એજન્સી એક મોબાઈલ હેલ્પરને કામ સોંપશે. જે અરજી કરનારને ફોન કરીને તેમના સમય અનુસાર તેમના ઘરે જઈને જરૂરી માહિતી અને દસ્તાવેજ આપશે. તેની તપાસ બાદ તેનું ઘરે બેઠા જ કામ થઈ જશે. હાલ, માત્ર ૪૦ સેવાઓની જ હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ યાદીમાં ટૂંક સમયમાં જ નથી, સેવાઓનો ઉમેરો થશે. ૧૦ સપ્ટેમ્બર, ર૦૧૮થી શરૂ થઈ રહેલો આ પ્રોજેક્ટ દિલ્હીના લોકો માટે કોઈ ભેટથી ઓછો નથી.