(એજન્સી) નવી દિલ્હી તા. ૧૮
મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર હુમલા મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પોલીસે તેમના નિવાસ પર પૂછપરછ કરી હતી.
આસિસ્ટન્ટ કમિશ્નર અને પાંચ ઇન્સ્પેક્ટરએ કેજરીવાલ સાથે પૂછપરછ કરી હતી. દિલ્હી સરકારના સિનિયર મોસ્ટ સિવિલ સર્વન્ટ અંશુ પ્રકાશની કેજરીવાલના નિવાસસ્થાને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
કેજરીવાલે કહ્યું કે, તેમની સાથે કરાયેલ પૂછપરછની કોપી વિડિઓ આપવામાં આવે. પોલીસે જણાવ્યું કે, તેમણે રેકોર્ડની કામગીરી શરૂ કરી દીધી છે પણ હજી તેમને વિડિઓ આપવાની બાકી છે. પ્રકાશ પર હુમલો પૂર્વયોજિત અને ષડ્યંત્ર હતું. જે સિવિલ સર્વન્ટ અને કેજરીવાલના મંત્રીઓ સાથે થયેલ વિવાદનો ભાગ હતો.