સાવરકુંડલા, તા.૧પ
હાલના સમયમાં રાજ્યભરમાં સ્વાઈનફ્લૂનો કહેર વધી રહ્યો છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે રાજુલાના યુવક મહેશભાઈ હાનાણી પોતાના આયુર્વેદિક સંશોધનથી સ્વાઈનફ્લૂની અગરબત્તી શોધી છે. જે અગરબત્તીનો ધૂપ માત્ર લેવાથી રોગીના શરીરનો સ્વાઈનફલૂ મટી જાય છે તદન હર્બલ અને આર્યુવેદિક રીતે આ અગરબત્તી બનાવેલ છે જેથી હાલ રાજુલા સહિતના પંથકમાં આ અગરબત્તી વાઈરલની જેમ ફેલાઈ છે અને આ સ્વાઈનફ્લૂની અગરબત્તીને જેવા તેને લેવા છેક મુંબઈથી લોકો રાજુલા આવી રહ્યા છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મહેશ હાનાણી નામક એક યુવકે સ્વાઈનફ્લૂને ડામવા માટે એક અગરબત્તી બનાવી છે. જે અગરબત્તીનો ઘૂપમાત્ર સ્વાસમાં લેવાથી શરીરના સ્વાઈનફ્લૂના જીવાણુ નાશ પામે છે અને આ સિવાય પણ અનેક રોગોમાં આ અગરબત્તી કામ આપે છે. જેમાં તાવ શરદી ઉઘરસ ચેપી રોગો કફ સહિતની બીમારી આ અગરબત્તીનો ધૂપ મટાડી આપે છે. રાજુલાના સંશોધક દાવો કરી રહ્યા છે જો કે, આ અગરબત્તીને સરકાર દ્વારા પ્રમાણિત કરાઈ છે અને રાજુલા જાફરાબાદ મેડીકલ એસોસિએશનના પ્રમુખ ડોકટર ઇકબાલ હીરાની પણ વાતને આ અગરબત્તીને સમર્થન આપે છે અને તેઓ જણાવે મેં આ અગરબત્તીને ચકાસી છે તે અગરબત્તીના આયુર્વેદિક દ્રવ્યો સારૂં કામ આપે છે અને લોકોને ચોક્કસ ફાયદાકારક છે.
ત્યારે સામાન્ય રીતે આયુર્વેદમાં તમામ રોગોની દવા છે. પરંતુ તેના જાણકાર હોવા જરૂરી છે ત્યારે રાજુલાના મહેશભાઈએ સ્વાઈનફ્લૂની અગરબત્તી શોધી છે જે અગરબત્તી હાલ વાઈરલની જેમ રાજુલામાં પ્રસરી છે અને આ અગરબત્તીને જોવા લેવા માણવા લોકો મુંબઈથી આવી રહ્યા છે.
હવે રાજ્યમાંં સ્વાઈનફ્લૂ વકરી રહ્યો છે. ત્યારે આ અગરબત્તીના હાલ સ્વાઈનફ્લૂ માટે સારી દવા સાબિત થઇ શકે તેમ છે અને તેને મેડીકલ દ્વારા સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે ત્યારે રાજુલાના મહેશભાઈ તરફ સરકાર ધ્યાન આપે તો અનેકો રોગીઓ સ્વાઈનફ્લૂથી સાજા થઇ શકે અને રાહત રોગમાં થઇ શકે તેમ છે જેથી આ અગરબત્તીનો થોડો ફેલાવો થાય એ જરૂરી છે. તો ચોક્કસથી સારા પરિણામ સ્વાઈનફ્લૂમાં મળી શકે તેમ છે.
સ્વાઈનફ્લૂથી રક્ષણ મેળવવા રાજુલાના યુવકે બનાવી આયુર્વેદિક અગરબત્તી

Recent Comments